8 વર્ષની સગીરા પર દુષ્કર્મ કરનાર નરાધમને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી રાજકોટમાં વર્ષ 2019માં 8 વર્ષની સગીરા પર દુષ્કર્મ કરવાના ગુન્હામાં નરાધમ આરોપીને આજીવન કેદની સજા કોર્ટે ફટકારી છે. રાત્રિના સમયે આજીડેમ પાસેથી શ્રમિક પરિવારની દીકરીને ઉપાડી જઈ દુષ્કર્મ આચરનાર હરદેવ માંગરોળિયાને આજીવન કેદની સજા પોક્સો અદાલતે ફટકારી છે. પોકસો અદાલતના જે.ડી સુથારે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. અલગ-અલગ વૈજ્ઞાનિક પુરાવાઓને ધ્યાનમાં રાખીને કોર્ટ સજા ફટકારી છે. 8 વર્ષની દિકરી સાથે દુષ્કર્મ કરનારા નરાધમને આજીવન કેદની સજા મળી છે.
રાજકોટ આજીડેમ પાસે ગાર્ડનમાં સુતેલી બાળકી પર દુષ્કર્મ કર્યું હતું. ગોદડ્ડીમાં વિટાળેલી સૂતેલ બાળકીને અવાવરૂ જગ્યાએ લઈ જઈ દુષ્કર્મ કર્યું હતું. બાબરાના પરિવારની દીકરી પર દુષ્કર્મ આચર્યું હતું. બાળકી પર હેવાનિયતની જેમ દુષ્કર્મ કર્યું હતું. સરકારી વકીલ એસ.કે વોરાએ ધારદાર દલીલો કરી હતી. સરકારી વકીલ દ્વારા ફાંસીની સજા માટે દલીલ કરવામાં આવી હતી. કોર્ટે દાખલો બેસાડી શકાય તેવી કાર્યવાહી કરી છે. આરોપીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. પોલીસે 36 કલાકમાં આરોપીને પકડી પાડયો હતો.
ભોગ બનનાર બાળકી પોતાના પરિવારજનો સાથે સૂતી હતી
8 વર્ષની સગીરા પર દુષ્કર્મ કરનાર નરાધમને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી
29 નવેમ્બર 2019 ના રોજ ભાવનગર રોડ ઉપર આવેલા રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના બગીચામાં 8 વર્ષીય ભોગ બનનાર બાળકી પોતાના પરિવારજનો સાથે સૂતી હતી. તે દરમિયાન આરોપી હરદેવ માંગરોળીયા મોડી રાત્રે ત્યાંથી નીકળ્યો હતો. 8 વર્ષીય દીકરીને ગોદડા સાથે નિંદ્રાધીન અવસ્થામાં ઉઠાવી લઈ જઈ આજીડેમ ચોકડી પાસે આવેલી અવાવરું જગ્યા ખાતે લઈ ગયો હતો. જ્યાં તેણીની સાથે ઘાતકી રીતે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. દુષ્કર્મ આચાર્ય બાદ બાળકીને જે તે જગ્યાએ એ જ અવસ્થામાં આરોપી હરદેવ માંગરોળીયા મૂકીને જતો રહ્યો હતો.
સમગ્ર મામલાની જાણ બાળકીની માતાને થતા પરિવારજનો દ્વારા પોતાની પુત્રીની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. શોધખોળ દરમિયાન ફોરવ્હીલર ગાડીના ચાલકે જણાવ્યું હતું કે, એક નાની બાળકી રડતી રડતી આજીડેમ ચોકડી પાસેથી આવે છે. તાત્કાલિક અસરથી પરિવારજનો પોતાની બાળકી સુધી પહોંચ્યા હતા ત્યારે બાળકીના કપડા લોહી લુહાણ થયેલા જોવા મળ્યા હતા. તાત્કાલિક અસરથી ભોગ બનનાર બાળકીને સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી જ્યાં ગાયનેકોલોજિસ્ટ દ્વારા બાળકીની અવસ્થા જોઈને તેની સાથે બળાત્કાર થયું હોવાનું જણાવ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે