મુંબઈ અને અમદાવાદ હાઈ સ્પીડ રેલ બુલેટ ટ્રેન પ્રોજેકટ ગુજરાત અને મુંબઇ જોડવા અને પરિવહન સેવા સરળ અને ઝડપી બનાવવા માટે હાઈ સ્પીડ બુલેટ ટ્રેન પ્રોજેકટ લાવવામાં આવ્યો છે. જેનું કામ પુરજોશ ચાલી રહ્યું છે. જે બુલેટ ટ્રેન પ્રોજેકટમાં કોરિડોર માટે 100 કિમીના વાયડક્ટ બનીને તૈયાર થઈ ગયો છે. તેમજ 250 કિલોમીટર પિયર બનાવવાનું કામ પણ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. તો અન્ય કામ પણ બુલેટ ટ્રેનની ગતિની જેમ આગળ ધપાવાઈ રહ્યું છે.
કોરિડોરમાં 100 કિલોમીટરના વાયડક્ટ્સની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. જે કામગીરીમાં પ્રથમ ગર્ડરનું લોન્ચિંગ 25 મી નવેમ્બર 2021 શરૂ થયું હતું. બાદમાં વાયડક્ટના પ્રથમ કિમીની કામની પૂર્ણાહુતિ 30 મી જૂન 2022 એમ 6 મહિનામાં થઇ હતી. જે બાદ વાયડક્ટના 50 કિ.મી.ના કામની પૂર્ણાહુતિ તેના 10 મહિનામાં એટલે કે 22 મી એપ્રિલ 2023 માં કામ પૂર્ણ થયું. તો વાયડક્ટના 100 કિ.મી.ના કામની પૂર્ણાહુતિ 6 મહિનામાં થઈ છે.
મુંબઈ અને અમદાવાદ હાઈ સ્પીડ રેલ બુલેટ ટ્રેન પ્રોજેકટ
આ પરિયોજનાએ 40 મીટર લાંબા ફુલ સ્પાન બોક્સ ગર્ડર અને સેગમેન્ટલ ગર્ડર્સના કામ દ્વારા કુલ 100 કિમી વાયડક્ટ્સના નિર્માણથી મોટી સિદ્ધિ હાંસલ કરી છે. જેમાં ફુલ સ્પાન લોન્ચિંગ ટેકનિક (એફ.એસ.એલ.એમ.) છે. જ્યાં અત્યાધુનિક લોન્ચિંગ ઉપકરણો દ્વારા 40 એમ.ટી.આર. લાંબા બોક્સ ગર્ડર લોન્ચ કરવામાં આવ્યા, તેનો ઉપયોગ સ્પાન સાથે સેગમેન્ટ્સના સ્પાન લોન્ચિંગ દ્વારા કરવામાં આવી રહ્યો છે. તેમજ એફ.એસ.એલ.એમ. સ્પાન પછી સ્પાન પદ્ધતિ દ્વારા કામ કરતા 10 ગણી ઝડપી પદ્ધતિ છે, જે સામાન્ય રીતે મેટ્રો વાયડક્ટ્સના નિર્માણ માટે ઉપયોગમાં લેવાય છે.
બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે 250 કિલો મીટર ના પિયર બનાવવાની કામગીરી પણ પૂર્ણ થઈ ગઈ છે. આ વાયડક્ટ માં 6 નદીઓ પરના પુલોનો સમાવેશ થાય છેઃ જેમાં વલસાડ જિલ્લા નો પાર નદી પુલ, પૂર્ણા નદી પુલ, મિંઢોલા નદી પુલ, અંબિકા નદી પુલ, અંબિકા નદી પુલ, વલસાડ જિલ્લાના ઔરંગા નદી પુલ અને નવસારી પર્વતમાળા વેંગાનીયા નદી પુલ, જે તમામ નદીઓ ગુજરાતમાં આવેલી છે. તેમજ બિલ્ટ વાયડક્ટ પર અવાજ ન આવે તેવી પદ્ધતિનો ઉપયોગ પણ કરાયો છે. તેમજ જાપાનીઝ શિંકનસેનમાં ઉપયોગમાં લેવાતી એમ.એ.એચ.એસ.આર. કોરિડોર ટ્રેક સિસ્ટમ માટે પ્રથમ રિઇન્ફોર્સ્ડ કોંક્રિટ ટ્રેક બેડ નાખવાની કામગીરી પણ સુરતમાં શરૂ થઈ ગઈ છે.
ભારતમાં જે-સ્લેબ બેલાસ્ટલેસ ટ્રેક સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તે ભારતમાં પહેલીવાર બનશે છે. આ સાથે જ ગુજરાતના વલસાડ જિલ્લામાં 350 મીટરની પ્રથમ પર્વતોમાં બનાવેલ ટનલની કામગીરી પણ પૂર્ણ થઈ ગઈ છે. સાથે જ ગુજરાતના સુરત જિલ્લામાં 70 મીટર લંબાઈનો પ્રથમ સ્ટીલ બ્રિજ બનાવવામાં આવ્યો છે. આ 28 સ્ટીલના પુલોમાંનો પ્રથમ પુલ છે જે એમ.એ.એચ.એસ.આર. કોરિડોરનો ભાગ હશે.
રેલવે દ્વારા રાજ્ય અને દેશમાં વિવિધ સ્ટેશન અને ટ્રેકનું કામ કરવામાં આવી રહ્યું છે. અમદાવાદ ખાતે પણ કાલુપુર અને સાબરમતી રેલવે સ્ટેશન ડેવલપ કરાશે. જેની સાથે મળતી માહિતી પ્રમાણે કાલુપુર રેલવે યાર્ડને 80 કરોડ ના ખર્ચે આંતરરાષ્ટ્રીય કક્ષા જેવું બનાવવામાં આવશે તેવી માહિતી મળી રહી છે. જે કામ શરૂ થશે પાંચ મહિનામાં જ કામ પૂર્ણ થશે. હાલ કાંકરિયા યાર્ડમાં કોલસો, ખાતર, મીઠું , લોખંડ, ખાદ્ય પદાર્થો જેવી વસ્તુઓ ના કન્ટેનરો આવે છે. હાલ રેલવે યાર્ડમાં 66 શેડ આવેલા છે જે રી ડેવલપમેન્ટ કરીને 168 વેગનનું કરવામાં આવશે.
યાર્ડમાં સ્ટોરેજ માટે હાલ પૂરતી જગ્યા નથી જે નવા રેલવે યાર્ડમાં બનાવવામાં આવશે. જેથી વસ્તુ સ્ટોરેજ થશે. નવું રેલવે યાર્ડ બનતા કાર્ગો હેન્ડલિંગની ક્ષમતા વધશે. હાલમાં ત્રણ રેકમાં લોડિંગ કામગીરી થાય છે જે નવું બન્યા બાદ 22 થી 25 રેકમાં કામ થશે. નવું યાર્ડ બનતા સિમેન્ટ અને ખાતર યોગ્ય રીતે સ્ટોર કરી શકાશે. નવા રેલવે યાર્ડમાં વેરહાઉસિંગ, કોમર્શિયલ ઓફિસ અને કેફેટેરિયા જેવી સુવિધાઓ ઊભી કરવામાં આવશે. જેથી યાર્ડમાં કોઈ અગવડતા નહિ રહે અને નવું યાર્ડ બનતા વરસાદ દરમિયાન વસ્તુ ખરાબ થવાની પણ ફરિયાદો દૂર થશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે…