શ્રી નરેશભાઈ પટેલે બીજા ચરણના પ્રવાસમાં આજે પાટણનો પ્રવાસ કર્યો હતો *તારીખ- 28-12-2023, પ્રવાસ દિવસ-7*
*સ્થળ- પાટણ*
જય મા ખોડલ,
શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા સર્વે સમાજના સેવાર્થે નિર્માણ પામનાર શ્રી ખોડલધામ કેન્સર હોસ્પિટલના ભૂમિદાન માટે સંકલ્પબદ્ધ કરવાના શુભ આશય સાથે શ્રી નરેશભાઈ પટેલે બીજા ચરણના પ્રવાસમાં આજે પાટણનો પ્રવાસ કર્યો હતો. પાટણમાં ભવ્ય કાર્યક્રમનું આયોજ કરાયું હતું. જ્યાં મોટી બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે શ્રી નરેશભાઈ પટેલનું ભવ્ય સ્વાગત-સન્માન કરવામાં હતું. આ તકે શ્રી નરેશભાઈ પટેલે હાજર સૌ કોઈને શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા નિર્માણ પામનાર કેન્સર હોસ્પિટલની અંગેની માહિતી આપી હતી અને સૌને ભૂમિદાન અભિયાનમાં જોડાવા માટે હાકલ કરી હતી. જેને ઉપસ્થિત સૌ લોકોએ ઉમળકાભેર વધાવી લીધી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે