ટોલ ન આપવો પડે તે માટે વાહનચાલકો કરી રહ્યાં છે ટોલની ચોરી જૂનાગઢ પાસેનાં વંથલીમાં પણ ટોલથી બચવા લોકોએ શોર્ટકટ અપનાવ્યો છે. જેમાં વંથલી પાસે ગાદોઈ ગામ પાસે વાહન ચાલકો ટોલની ચોરી કરી રહ્યા છે. ટોલ ન આપવો પડે તે માટે વાહન ચાલકો ટોલની ચોરી કરી સરકારની તિજોરીને નુકશાન પહોંચાડી રહ્યા છે. ગાદોઈ ગામનાં તળાવનાં પાળા પર ભારે વાહનોની બેફામ અવર જવર થઈ રહી છે. જેનાં કારણે ગ્રામજનોને ભારે હાલાકી પડી રહી છે. ત્યારે હામ લોકો અને ટોલ કોન્ટ્રાક્ટરની ફરિયાદ કરવા છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. ત્યારે વાહન ચાલકો બિંદાસ્ત રીતે વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરી રહ્યા છે.
ટોલ ન આપવો પડે તે માટે વાહનચાલકો કરી રહ્યાં છે ટોલની ચોરી
ભારે વાહનોથી પુર રક્ષક પાળાને નુકશાન
આ બાબતે ગાદોઈ ગામનાં રહીશ અરજણભાઈ ડાંગરે જણાવ્યું હતું કે, પાળા પરથી કેટલાક વાહન ચાલકો ટેક્સ બચાવવા માટે વાહનો લઈને નીકળે છે. જેથી પાળો તૂટી ગયો છે. ત્યારે આ બાબતે ઘણી વખત અરજી કરી છે. ભારે વાહનોનાં કારણે પાળાને નુકશાન ન થાય તેનું ધ્યાન આપે તેમ છતાં વહીવટી તંત્ર દ્વારા આ બાબતે કોઈ જ કાર્યવાહી કરામાં આવી નથી.
વારંવાર કલેક્ટર સુધી ફરિયાદો કરી
ટોલનાકાનાં કર્મચારી હેડ તરીકે ફરજ બજાવતા રાજુભાઈ છૈયાએ જણાવ્યું હતું કે, અમુક વાહન ચાલકો વર્ષોથી ટેક્સની ચોરી કરવા માટે અલગ અલગ રસ્તાઓ બનાવી ટેક્સની ચોરી કરે છે. ગ્રામ સડક યોજના અને પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાનાં રસ્તાઓનો ઉપયોગ કરી રસ્તાને વચ્ચેથી જોડાણ આપી ચોરી કરે છે. 1984 માં હોનારતની ઘટના બનેલી ત્યારે પુર રક્ષક પાળો બનાવવામાં આવ્યો હતો. અત્યારે તે પાળાનું ફીનીશીંગ તોડી અને રસ્તો બનાવી તેનો ઉપયોગ ટોલ ચોરી માટે કરે છે. આ બાબતે વારંવાર કલેક્ટર સુધી ફરિયાદો કરી હોવાનું ટોલનાકાનાં કર્મચારીનાં હેડે જણાવ્યં હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે