Abhayam News
AbhayamNews

મોરારીબાપુએ ઓરિસ્સા અને બંગાળમાં યાસ વાવાઝોડાના અસરગ્રસ્તોને કરી આટલી સહાય..

યાસ વાવાઝોડાના કારણે ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળમાં ખૂબ જ મોટું નુકસાન થયું છે અને ઘણા લોકો અસરગ્રસ્ત થયા છે. વાવાઝોડાના કારણે અસરગ્રસ્ત થયેલા લોકોની મદદે કથાકાર મોરારી બાપુ આવ્યા છે અને ગુજરાતમાંથી મોરારીબાપુએ અસરગ્રસ્ત થયેલા ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળના લોકો માટે પાંચ લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. કથાકાર મોરારિબાપુએ ઓરિસ્સાના અસરગ્રસ્ત પરિવારો માટે અઢી લાખ અને પશ્ચિમ બંગાળમાં અસરગ્રસ્ત લોકો માટે અઢી લાખ રૂપિયાની સહાય હનુમાનજીની પ્રસાદી રૂપે મોકલી આપી છે. જોકે આ સહાયને ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળમાં રામકથાના શ્રોતા દ્વારા અસરગ્રસ્તો સુધી પહોંચાડવામાં આવશે.

Dainikbhaskar.com

બંગાળ અને ઓરિસ્સામાં વિનાશ કરનાર યાસ વાવાઝોડું બુધવારે રાત્રે એક વાગ્યે ઝારખંડમાં પ્રવેશ કર્યું હતું અને તે સમયે હવાની ગતિ 60 કિલોમીટર પ્રતિ કલાકની હતી. યાસ વાવાઝોડાના કારણે ઝારખંડના 21 જિલ્લામાં છેલ્લા 24 કલાકથી ભારે વરસાદ પડી રહ્યો છે. તો સાથે જ ઘણી જગ્યાઓ પર વૃક્ષો ધરાશાયી થયા છે તો ઘણી જગ્યા પર વીજળીના થાંભલા પણ પડી ગયા છે. યાસ વાવાઝોડાના કારણે ઝારખંડમાં 28 મે સુધી ભારે વરસાદની ચેતવણી પણ આપવામાં આવી છે અને સાથે જ બિહારના 26 જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. યાસ વાવાઝોડાના કારણે  પશ્ચિમ બંગાળ અને  ઓરિસ્સામાં ઘણા લોકોનો આશરો પણ છીનવાઈ ગયો છે. 

યાસ વાવાઝોડું બુધવારે મંગળના બંગાળના જલપાઇગુડીએ બપોરના સમયે ટકરાયું હતું અને ત્યારબાદ હવે યાસ વાવાઝોડું ઓરિસ્સા પહોંચ્યું છે. યાસ વાવાઝોડાના કારણે ઓરિસ્સામાં પણ તંત્ર દ્વારા 1 લાખ કરતાં વધારે લોકોને સુરક્ષિત સ્થળ પર ખસેડવામાં આવ્યા છે. તો બીજી તરફ બંગાળમાં પણ આ વાવાઝોડાએ કારણે ખૂબ જ મોટું નુકસાન કર્યું છે અને બંગાળમાં એક બે હજાર નહીં પરંતુ 3 લાખ જેટલા ઘરોને યાસ વાવાઝોડાના કારણે નુકસાન થયું છે. ઓરિસ્સામાં યાસ વાવાઝોડાના કારણે એક કરોડ લોકો પ્રભાવિત થયા હોવાનું બંગાળના મુખ્ય મંત્રીએ જણાવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

સૂરતમાં બન્યો દુનિયાનો સૌથી મોટો ડાયમંડ હબ

Vivek Radadiya

જુઓ જલ્દી:-ખેડૂત આંદોલનને લઈને મોટા સમાચાર..

Abhayam

ગીર જંગલના રક્ષકોની દયનીય સ્થિતી…

Abhayam

5 comments

Comments are closed.