Abhayam News
AbhayamPolitics

મોદી સરકારની મોટી કાર્યવાહી

Modi government's big action

મોદી સરકારની મોટી કાર્યવાહી ગૃહ મંત્રાલયે બુધવારે મુસ્લિમ લીગ J&K મસરત આલમને UAPA કાયદા હેઠળ આતંકવાદી સંગઠન જાહેર કર્યું છે. ગૃહમંત્રી અમિત શાહે ટ્વિટર પર ટ્વીટ કરીને આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર દેશ વિરોધી લોકોને છોડશે નહીં.

Modi government's big action

મુસ્લિમ લીગ જમ્મુ અને કાશ્મીર (મસરત આલમ જૂથ)ને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ (UAPA) હેઠળ ‘ગેરકાયદેસર સંગઠન’ જાહેર કરવામાં આવ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ કરીને આ માહિતી આપી હતી. ટ્વિટમાં તેમણે લખ્યુ હતુ કે, ‘મુસ્લિમ લીગ જમ્મુ કાશ્મીર (મસરત આલમ જૂથ)/MLJK-MAને UAPA હેઠળ ‘ગેરકાયદેસર સંગઠન’ જાહેર કરવામાં આવ્યું છે.’

મોદી સરકારની મોટી કાર્યવાહી

Modi government's big action

આ સિવાય તેણે ટ્વીટમાં લખ્યુ હતુ કે, ‘આ સંગઠન અને તેના સભ્યો જમ્મુ-કાશ્મીરમાં રાષ્ટ્ર વિરોધી અને અલગતાવાદી ગતિવિધિઓમાં સામેલ છે, આતંકવાદી ગતિવિધિઓને સમર્થન આપે છે અને લોકોને જમ્મુ-કાશ્મીરમાં ઈસ્લામિક શાસન સ્થાપિત કરવા માટે ઉશ્કેરે છે. PM નરેન્દ્ર મોદીની સરકારનો સંદેશ જોરદાર અને સ્પષ્ટ છે કે, આપણા દેશની એકતા, સાર્વભૌમત્વ અને અખંડિતતા વિરુદ્ધ કામ કરનાર કોઈપણને છોડવામાં આવશે નહીં અને તેને કાયદાના કાયદેસર સામનો કરવો પડશે.’

મુસ્લિમ લીગ મસરત આલમ ગ્રૂપનું પ્રતિનિધિત્વ મસરત આલમ ભટ કરે છે. તે રાષ્ટ્રવિરોધી અને પાકિસ્તાન તરફી પ્રચાર માટે જાણીતો છે. આ સંગઠન જમ્મુ-કાશ્મીરને ભારતથી આઝાદ કરાવવા માંગે છે. જેથી જમ્મુ-કાશ્મીર પાકિસ્તાનમાં ભળી જાય અને જમ્મુ-કાશ્મીરમાં ઈસ્લામિક શાસન સ્થાપિત થઈ શકે. આ સંગઠનના સભ્યો જમ્મુ-કાશ્મીરમાં અલગાવવાદી જેવી પ્રવૃત્તિઓમાં સામેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે

Related posts

જાણો સમગ્ર ઘટના:-ભાજપ -કોંગ્રેસના આઠ ઉમેદવારો સામે અમદાવાદમાં FIR કરવા આદેશ…

Abhayam

રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષની હત્યા

Vivek Radadiya

તથ્ય પટેલે જામીન અરજી પરત ખેંચી

Vivek Radadiya