દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન અને પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીની ગઇકાલે ધરપકડ બાદ આજે મહેસાણા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટના આગળના ગેટ પર અર્બુદા સેનાના કાર્યકરોની ભીડ જામતા સવારે 12 કલાકે વિપુલ ચૌધરીને કોર્ટના પાછળના ગેટથી લેવામાં આવ્યા હતા. જેમાં સાંજે 4 વાગ્યે કોર્ટે વિપુલ ચૌધરીના 23 તારીખ સુધીના એટલે કે 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
વિપુલ ચૌધરી હસતા મોઢે કોર્ટ બહાર આવ્યા
આજે વહેલી સવારથી જ મહેસાણા કોર્ટ બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. છતા પણ અર્બુદા સેનાના કાર્યકરોની ભારે ભીડ જામી હતી. જેથી વિપુલ ચૌધરીને પાછળના દરવાજેથી કોર્ટમાં રજૂ કરાયા હતા. જ્યાં લાબી દલીલો બાદ 4 વાગ્યે 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. જોકે, કોર્ટની બહાર નીકળતી વેળાએ વિપુલ ચૌધરી હસતા નજરે પડ્યા હતા.
રાજ્યના પૂર્વ ગૃહમંત્રી અને દૂધસાગરના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીના રિમાન્ડ પુરા થતાં આજે તેમને મહેસાણા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટમાં વિપુલ ચૌધરીના વધુ રિમાન્ડની અરજી નામંજૂર કરાઈ છે. જેના કારણે ચૌધરી સમાજમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે. બીજી બાજુ કોર્ટમાં વિપુલ ચૌધરીના પત્ની ગાયબ હોવાની સરકારી વકીલે કોર્ટમાં રજુઆત કરી હતી. હજુ આ કેસમાં કંપનીઓની તપાસ બાકી હોવાની રજુઆત પણ કરવામાં આવી હતી. પરંતુ વિપુલ ચૌધરીના રિમાન્ડ ના મંજૂર કરાતા અર્બુદા સેનાના કાર્યકરોમાં ખુશીની લહેર ફરી વળી હતી. કોર્ટમાંથી બહાર આવતાં જ વિપુલ ચૌધરીએ બધાનું અભિવાદન કર્યું હતું. આ સમયે અર્બુદા સેનાના કાર્યકરોએ અર્બુદા માતાની જયના નારા પણ લગાવ્યા હતા.
વીસનગર અર્બુદા ધામ ખાતે આજના ચૌધરી સમાજનું મહાસંમેલનનું આયોજન થયુ છે. સ્ટેજ પર ખાલી ખુરસી પર વિપુલ ચૌધરીની પાઘડી મૂકી. વિપુલ ચૌધરીને સભાના અધ્યક્ષ બનાવવામાં આવ્યા. ભાજપ ધારાસભ્ય ઋષિકેશ પટેલને આવનાર ચૂંટણીમાં ભાજપમાંથી હટાવી પ્રકાશ પટેલને વીસનગરના ઉમેદવાર જાહેર કરે, તેવી માંગ ઉઠી છે. અર્બુદા ધામના મહંત ઝાખડઋષિએ નિવેદન આપ્યું છે.
મહત્વનું છે કે, રાજ્યના પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીની 800 કરોડના મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ આજે તેમના 7 દિવસના રીમાન્ડ પુર્ણ થતાં તેમણે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા છે.
શું છે સમગ્ર કેસ ?
વિપુલ ચૌધરીએ જુદા જુદા બેંક ખાતામાં પૈસા સગેવગે કરી 50 કરોડથી વધુનું કૌભાંડ આચર્યું છે. એટલું જ નહીં વિદેશમાં 50 કરોડથી વધુના હવાલા પાડ્યા હોવાના પણ પુરાવા મળી આવ્યાં છે. કૌભાંડ કરવા માટે વિપુલ ચૌધરીએ એક જ વ્યક્તિના 50 બેંક એકાઉન્ટ ખોલાવ્યાં હોવાનું સામે આવ્યું છે. ત્યારે હવે વિપુલ ચૌધરી સામે ED પણ તપાસ કરશે.
આ સમગ્ર ઘટનામાં કરોડોના શંકાસ્પદ વ્યવહારની જાણકારી એન્ટી કરપ્શન બ્યૂરો (ACB) દ્વારા EDને કરવામાં આવી છે. ACBની તપાસમાં ખૂલ્યું છે કે વિપુલ ચૌધરીએ 4 બોગસ કંપની મારફતે વિદેશમાં પણ કરોડોના વ્યવહાર કર્યા છે અને આ 4 કંપનીઓ રજિસ્ટર થયા વિનાની છે તેમજ ખોટા દસ્તાવેજ આપીને આ કંપનીનો ઊભી કરવામાં આવી છે. આ સમગ્ર ઘટનામાં વિપુલ ચૌધરીના અને તેના પરિવારના 22 જેટલા બેંક એકાઉન્ટ મળી આવ્યા છે તેમજ કરોડો રૂપિયાના બેનામી હિસાબ અને વિદેશમાં કરેલા વ્યવહાર પણ મળી આવ્યા છે.
હેસાણા અર્બુદા ધામખાતે આજણાં ચૌધરી સમાજનું મહાસંમેલન યોજાયું છે. સંમેલન માં મોટી સંખ્યમાં ચોધરી સમાજના આગેવાનો રહ્યા ઉપસ્થિત. અર્બુદા ધામાખાતે યોજાયેલ સભામાં આંજણા સમાજને એક કરવા અને વિપુલ ચૌધરી ને છોડવવમાં કરાયું આહ્વાન. અર્બુદાધામના મુખ્ય મહંત જાખડ ઋષિએ વિપુલ ચૌધરીને છોડાવવા ઉપવાસ કરવાની કરી જાહેરાત. પાંચ દિવસ માં નહિ છોડાય તો ગાંધીનગરમા આમરણ ઉપવાસ .