Abhayam News
AbhayamGujaratNews

માવઠાએ વધારી ખેડૂતોની ચિંતા

Mavtha increased the farmers' worries

માવઠાએ વધારી ખેડૂતોની ચિંતા વલસાડમાં વહેલી સવારથી કમોસમી વરસાદ ખાબકી રહ્યો છે. શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં માવઠું થયું છે. માવઠાએ ખેડૂતોની છે. તાડપત્રી ઢાંકી ડાંગરના પાકને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. મહત્વનુ છે કે વિવિધ શાકભાજીમાં જીવાત પડવાની ભીતિ ખેડૂતોને સતાવી રહી છે.

Mavtha increased the farmers' worries

વલસાડ જિલ્લામાં વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો. વલસાડ શહેર અને આજુબાજુના તાલુકાઓમાં કમોસમી વરસાદ પડ્યો. માવઠાના કારણે ખેડૂતોના તૈયાર ડાંગરના પાકમાં નુકસાન જવાની ભીતિ છે.

ખેડૂતો દ્વારા તાડપત્રી ઢાંકી પાકને બચાવવાના પ્રયાસ કરી રહ્યા છે. માવઠાથી વિવિધ શાકભાજીમાં જીવાત પડવાની ચિંતા ખેડૂતોને સતાવી રહી છે. આગાહી વચ્ચે વહેલી સવારથી વલસાડ, પારડી, ધરમપુર, કપરાડા તાલુકાના વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો.

Mavtha increased the farmers' worries

માવઠાએ વધારી ખેડૂતોની ચિંતા

બીજી તરફ કચ્છથી લઈ સૌરાષ્ટ્ર સુધી ઉત્તરથી મધ્ય અને મધ્યથી દક્ષિણ ગુજરાત સુધી માવઠાંનો માર છે. રાજ્યના 150થી વધુ તાલુકામાં કમોસમી વરસાદનો કેર વરસ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાઈક્લોનિક સર્ક્યુલેશનની મજબૂત સિસ્ટમને કારણે માવઠું થઈ રહ્યું છે. આજે તેમજ કાલે એમ બે દિવસ સુધી રાજ્યમાં કમોસમી વરસાદ પડવાની શક્યતા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથેq

Related posts

ગુજરાત ભાજપનો માસ્ટર પ્લાન

Vivek Radadiya

ચૂંટણી પંચે એક્ઝિટ પોલ પર લગાવ્યો પ્રતિબંધ

Vivek Radadiya

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી 

Vivek Radadiya