સૌરાષ્ટ્રમાં 2 દિવસ હળવા વરસાદની આગાહી gujarat wethar update: ગુલાબી ઠંડી વચ્ચે ફરી એકવાર રાજ્યમાં મૂસીબતનો માવઠો થશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. જેના પગલે રાજ્યના ખેડૂતોના જીવ પડીકે બંધાયા છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, તારીખ 8 અને 9 જાન્યુઆરીના રોજ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે.
આ જિલ્લાઓમાં વરસાદની આગાહી ભરશિયાળે ગુજરાતમાં ફરી કમોસમી વરસાદની આગાહી કરાઈ છે. અત્રે જણાવીએ કે, 8 અને 9 તારીખે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં વરસાદની આગાહી કરાઈ છે. વલસાડ, નવસારી, સુરત અને દમણમાં તેમજ સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ રાજકોટમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે. અમદાવાદ, ગાંધીનગર, આણંદમાં પણ હળવા વરસાદની આગાહી કરાઈ છે.
સૌરાષ્ટ્રમાં 2 દિવસ હળવા વરસાદની આગાહી
વરસાદને પગલે 2થી 3 ડિગ્રી તાપમાન વધવાની શક્યતા હવામાન વિભાગના જણાવ્યા મુજબ ટ્રફ લાઇન દક્ષિણ ગુજરાતથી પસાર થવાથી કમોસમી વરસાદ વરસી શકે છે. આગામી દિવસોમાં કમોસમી વરસાદને પગલે 2થી 3 ડિગ્રી તાપમાન વધવાની શક્યતા છે. વિન્ડ સ્પિડની 5થી 10 વચ્ચે છે, વધુમાં કહ્યું કે, કમોસમી વરસાદ પછી થોડું ટેમ્પરેચર નીચું જશે.
આજનું તાપમાન
આજે 20 શહેરોમાં 15 ડિગ્રીની આસપાસ તાપમાન નોંધાયું છું. નલિયામાં સૌથી ઓછું 9 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જેમાં અમદાવાદ અને ગાંધીનગરમાં 13.8 અને 12 ડિગ્રી.જ્યારે વડોદરા, સુરત અને રાજકોટમાં અનુક્રમે 14.6, 16.4 અને 10.04 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે કેશોદ, અમરેલી, મહુવા અને સુરેન્દ્રનગરમાં તાપમાન 14 ડિગ્રીથી નીચે નોંધાયું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે