નિખિલ સવાણી કોંગ્રેસમાંથી રાજીનામું આપશે તેવી જાહેરાત થતાની સાથે જ કોંગ્રેસ દ્વારા નિખિલ સવાણીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો. ત્યારે આ સમગ્ર મામલે નિખિલ સવાણીએ એક પ્રેસ કોન્ફરન્સ કરીને કોંગ્રેસના નેતાઓ પર ગંભીર આક્ષેપો કર્યા હતા. કોંગ્રેસની મેમ્બરશીપ, નીતિ અને હાર્દિકની અવગણના બાબતે તેને ગંભીર આક્ષેપો કર્યા હતા. તો મીડિયા સામે નિખિલે કોંગ્રેસના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપ્યું છે.

સાથે તેમણે મેમ્બરશિપને લઇને આક્ષેપો કરતા જણાવ્યું હતું કે, મેમ્બરશિપ ફક્ત પૈસા ભેગા કરવા માટે કરવામાં આવી રહી હોય તેવી સ્પષ્ટ દેખાય છે. ભૂતકાળમાં લાખોની સંખ્યામાં યુવાનોની મેમ્બરશિપ કરીને કરોડો રૂપિયાનું ફંડ દિલ્હી મોકલવામાં આવ્યું હતું. પણ આ મેમ્બરશિપના ડેટા આજદિન સીધી ક્યાય ઉપયોગમાં લેવામાં આવ્યો નથી. તો શું યૂથ કોંગ્રેસમાં મેમ્બરશીપ માત્ર પૈસા ભેગા કરવામાં માટે કરવામાં આવે છે? આમ જોતા તો એવું જ લાગે છે કે, જે વ્યક્તિ પાસે વધારે પૈસા હોય તે વ્યક્તિ જ યૂથ કોંગ્રેસના પ્રમુખ બની શકે. મેમ્બરશીપ થકી લાખો યુવાનો કોંગ્રેસમાં જોડાયા પણ ગ્રાઉન્ડ પર આમાથી હજારો લોકો પણ દેખાતા નથી. આનાથી સ્પષ્ટ થાય છે કે, તમામ સભ્યોની નોંધણી ડમી હોય. આમ યૂથ કોંગ્રેસની ચૂંટણી માત્ર પૈસા કમાવવાનો ખેલ હોય તેવું લાગી રહ્યું છે.
.jpg)
નિખિલ સવાણીએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, બે દિવસ પહેલા પાર્ટીના પ્રમુખની હાજરીમાં જે ઘટના બની તે ઘટના ખૂબ જ દુઃખદ છે. આ ઘટના પૂર્વ તૈયારીઓ સાથે કરવામાં આવી આવી હતી. આ ઘટનાને અંજામ આપનાર નેતાને બે વખત સસ્પેન્ડ પણ કરવામાં આવ્યો છે. સાથે તેની સાથે રહેલા અન્ય લોકો NSUI અને યૂથ કોંગ્રેસને બાપ-દાદાની પેઢી સામાજિકને નવા જોડાતા યુવાનોને કોઈના કોઈ રીતે માનસિક ટોર્ચર કરીને અપમાનિત કરી કરી પાર્ટીને કેવી રીતે તોડે તેવા આયોજનો કરી રહ્યા છે.

સાથે જ નિખિલ સવાણીએ એવા પણ આક્ષેપો કર્યા હતા કે, કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલની હત્યાનું કાવતરું કોંગ્રેસના નેતાઓ ઘડી રહ્યા છે. સાથે જ તેને જણાવ્યું હતું કે, કોંગ્રેસના નેતાઓ કોરોનામાં મૃત્યુ પામેલા લોકોના ઘરે મળવા માટે જાય છે. પણ હાર્દિકના પિતાના અવસાન બાદ એક પણ નેતા તેના ઘરે ગયા નથી. હાર્દિકના પિતાના અવસાન બાદ તેના ઘરે જવાનો કોઈના નેતાઓઓને સમય જ ન મળ્યો. રાજ્યપાલને મળવા માટે કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ જાય તો પણ હાર્દિક પટેલને જાણ કરવામાં આવતી નથી. ગુજરાત કોંગ્રેસમાં લેવાતા નિર્ણય અંગે પણ હાર્દિકને જાણ કરાતી નથી. જિલ્લા અને તાલુકાના કાર્યક્રમોમાં પણ હાર્દિકને આમંત્રણ કે, પછી તેની જાણ કરવામાં આવતી નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે…