Abhayam News
AbhayamGujaratNews

કીવી સ્ટાર ડેરિલ મિશેલને લાગી લૉટરી

Kiwi star Daryl Mitchell won the lottery

કીવી સ્ટાર ડેરિલ મિશેલને લાગી લૉટરી આજે દુબઇમાં ઇન્ડિયન પ્રીમિયર લીગની સિઝન 2024 માટે મિની ઓક્શન યોજાઇ રહી છે, આ ઓક્શનમાં કેટલાક ખેલાડીઓ પર દાંવ લાગી રહ્યાં છે

Kiwi star Daryl Mitchell won the lottery

આજે દુબઇમાં ઇન્ડિયન પ્રીમિયર લીગની સિઝન 2024 માટે મિની ઓક્શન યોજાઇ રહી છે, આ ઓક્શનમાં કેટલાક ખેલાડીઓ પર દાંવ લાગી રહ્યાં છે, પરંતુ આ બધાની વચ્ચે ન્યૂઝીલેન્ડના ડેરીલ મિશેલને લૉટરી લાગી છે. ડેરિલ મિશેલ પર કરોડો રૂપિયાનો વરસાદ થયો હતો. ચેન્નાઈ સુપર કિંગ્સે ડેરીલ મિશેલને 14 કરોડ રૂપિયાનું ઈનામ આપીને આઈપીએલ 2024 માટે યોજાઈ રહેલી હરાજીમાં પોતાનો હિસ્સો બનાવ્યો છે. મિશેલની બેઝ પ્રાઇસ 1 કરોડ રૂપિયા હતી, પરંતુ તેને 14 ગણી વધુ કિંમતે ખરીદવામાં આવ્યો હતો. પહેલા દિલ્હી અને પંજાબે મિશેલ માટે બોલી લગાવી, પરંતુ ભાવ વધતાં દિલ્હીની ટીમે પીછેહઠ કરી અને પછી ચેન્નાઈએ પ્રવેશ કર્યો અને જીત મેળવી

પોવેલની બેઝ પ્રાઇઝ 1 કરોડ રૂપિયા હતી. તેને રાજસ્થાન રોયલ્સે 7.40 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. ઓસ્ટ્રેલિયાના ટ્રેવિસ હેડની બેઝ પ્રાઇઝ 2 કરોડ રૂપિયા હતી. તેને સનરાઇઝર્સ હૈદરાબાદે 6.80 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ બોલર ગેરાલ્ડ કોએત્ઝીને મુંબઈ ઈન્ડિયન્સે 5 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. કીવી સ્ટાર ડેરિલ મિશેલને લાગી લૉટરી

તેની બેઝ પ્રાઇઝ 2 કરોડ રૂપિયા હતી. ચેન્નઈ સુપર કિંગ્સે તેના પૂર્વ ખેલાડી શાર્દુલ ઠાકુરને 4 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. તેની બેઝ પ્રાઇઝ 2 કરોડ રૂપિયા હતી. ઇંગ્લેન્ડના યુવા બેટ્સમેન હેરી બ્રુકને દિલ્હી કેપિટલ્સે 4 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. તેની બેઝ પ્રાઇઝ 2 કરોડ રૂપિયા હતી. ન્યુઝીલેન્ડના ઓલરાઉન્ડર રચિન રવિન્દ્રને ચેન્નઈ સુપર કિંગ્સે 1.80 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. તેની બેઝ પ્રાઇઝ 50 લાખ રૂપિયા હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે

Related posts

એક ફેબ્રુઆરીથી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર

Vivek Radadiya

રાજકોટ ભાજપમાં ફરી આંતરિક જૂથવાદ ચરમસીમાએ પહોંચ્યો છે

Vivek Radadiya

કેન્દ્ર સરકારે બનાવી રેલ્વે માટેની મેગા યોજના

Vivek Radadiya