ખજૂરભાઈ મીનાક્ષી દવે સાથે લગ્નનાં બંધને બંધાયા ગુજરાતમાં ખજૂરભાઈને કોણ નથી ઓળખતું. સોશિયલ મીડિયાથી પોપ્યુલર બનેલા ખજૂરભાઈ ઉર્ફે નીતિન જાનીના સેવાકાર્યના વખાણે દેશપરદેશમાં થાય છે. તેથી જ તેમને ગુજરાતના સોનુ સૂદ કહેવાય છે. ગત વર્ષે ખજૂરભાઈની સગાઈના સમાચાર સામે આવ્યા હતા. ત્યારે હવે ખજૂરભાઈ પરણી ગયા છે. ખજૂરભાઈ ગત રોજ મંગેતર મીનાક્ષી દવે સાથે લગ્નગ્રંથિથી જોડાયા હતા. તેમના લગ્નની તસવીરો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. અને લોકો તેમને આર્શીવાદ અને અભિનંદન આપી રહ્યાં છે.
ખજૂરભાઈ સોશિયલ મીડિયાનો ચર્ચાતો ચહેરો છે, અને ગુજરાતમાં જરૂરિયાતમંદ લોકોની મદદે પહોંચે છે. ગુજરાત રાજ્યમાં ખજૂરભાઈ તરીકે જાણીતા નીતિન જાની મીનાક્ષી દવે સાથે લગ્નના બંધનમાં બંધાઇ ગયા છે. તેમના લગ્નની તસવીરો અને વીડિયો પણ સામે આવ્યા છે, જે ઘણા વાયરલ થઇ રહ્યા છે.
ખજૂરભાઈ મીનાક્ષી દવે સાથે લગ્નનાં બંધને બંધાયા
કોણ છે મીનીક્ષા દવે
લોકોને એ જાણવામાં રસ છે કે ખજૂરભાઈની સંગીની કોણ છે. ત્યારે તમને જણાવી દઈએ કે, ખજૂરભાઈએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર સગાઈની તસવીર શેર કરી હતી. ત્યારથી જ તેઓ ચર્ચામાં હતા. બારડોલી ખાતે તેમની સગાઈ થઈ હતી. તેમની મંગેતરનું નામ મિનાક્ષી દવે છે, અને વ્યવસાયે તેઓ ગાયિકા હોવાનું જાણવા મળ્યુ છે. મીનાક્ષી દવે અનેકવાર ખજૂરભાઈ સાથે સેવાના કામમાં જોડાયેલા જોવા મળે છે.
કેવી રીતે ફેમસ થયા ખજૂરભાઈ
નીતિન જાની ઉર્ફ ખજૂરભાઇએ પૂણેમાં બીસીએ બાદ પોસ્ટ ગ્રેજ્યુએશનનો અભ્યાસ કરીને આઇટી ફિલ્ડમાં નોકરી શરૂ કરી હતી. પરંતુ 70 હજારના પગારવાળી નોકરી છોડીને ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં ક્રાઉડ મેનેજમેન્ટ, પ્રોડક્શન અને ધીમે ધીમે ફિલ્મમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે પણ કામ કર્યું. હાલમાં તેઓ પોતાની યૂટ્યુબ ચેનલ ચલાવે છે.
જરૂરિયાતમંદ લોકોની સેવા કરતાં અને યૂટ્યુબ પર તેઓ ફેમસ ચહેરો છે. ખજૂરભાઈએ તેઓના ફેંસને એક સારા સમાચાર આપ્યા છે.
ગુજરાત રાજ્યમાં ખજૂરભાઈ તરીકે જાણીતા નીતિન જાની મીનાક્ષી દવે સાથે લગ્નના બંધનમાં બંધાઇ ગયા છે. (Khajurbhai Minakshi Dave Wedding) તેમના લગ્નની તસવીરો અને વીડિયો પણ સામે આવ્યા છે, જે ઘણા વાયરલ થઇ રહ્યા છે.
જરૂરિયાતમંદ લોકોની સેવા કરતાં અને યૂટ્યુબ પર તેઓ ફેમસ ચહેરો છે. ખજૂરભાઈએ તેઓના ફેંસને એક સારા સમાચાર આપ્યા છે.
ગુજરાત રાજ્યમાં ખજૂરભાઈ તરીકે જાણીતા નીતિન જાની મીનાક્ષી દવે સાથે લગ્નના બંધનમાં બંધાઇ ગયા છે. (Khajurbhai Minakshi Dave Wedding) તેમના લગ્નની તસવીરો અને વીડિયો પણ સામે આવ્યા છે, જે ઘણા વાયરલ થઇ રહ્યા છે.
ગુજરાતીઓનું દિલ ખજુરભાઈએ તેઑના અનેક સેવાના કામથી જીતી લીધું છે. તેઓ લોકોનાં હ્રદયમાં વસે છે. લોકો ખજુરભાઈને ગરીબોના મસીહા તરીકે ઓળખે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે