માત્ર મોદી કહો…: PM મોદીએ સાંસદોને કેમ કરી આવી અપીલ? દિલ્હીમાં સંસદીય દળની બેઠકમાં પ્રધાનમંત્રીનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું. જેવા PM મોદી પહોંચ્યા, સાંસદોએ નારા લગાવ્યા તથા તાળીઓના ગડગડાટથી આખો હૉલ ગૂંજી ઉઠ્યો. પાર્ટીના અધ્યક્ષે હાર પહેરાવીને પ્રધાનમંત્રીનું સ્વાગત કર્યું. જે બાદ પ્રધાનમંત્રીએ સાંસદોને સંબોધન દરમિયાન ઘણી શીખ આપી અને અપીલ કરી કે મને મોદીજી નહીં, મોદી જ કહો.
પ્રધાનમંત્રીએ કહ્યું કે તમે મને મોદીજી કહીને જનતાથી દૂર કરો છો, હું મોદી છું, એટલે મને મોદી જ કહો. તેમણે કહ્યું કે જો તમે જી કહેશો તો તમે મને જનતાથી દૂર કરી રહ્યા છો. નોંધનીય છે કે પ્રધાનમંત્રી પહેલા પોતાના સંબોધનમાં ભાઈ-બહેનો કહેતા હતા પરંતુ હવે મારા પરિવારજનોનો શબ્દપ્રયોગ કરે છે. આ રીતે પ્રધાનમંત્રી જનતા વચ્ચે પોતાની આત્મીયતા બતાવવાનો પ્રયાસ કરે છે.
માત્ર મોદી કહો…: PM મોદીએ સાંસદોને કેમ કરી આવી અપીલ?
ટીમ વર્કથી જીત્યા છીએ, એકલા મોદીની જીત નથી: PM મોદી
પ્રધાનમંત્રીએ એમ પણ કહ્યું કે ત્રણ રાજ્યોની જીત, એકલા મોદીની નથી, કાર્યકર્તાઓના ટીમની જીત છે. બધાએ સાથે મળીને કામ કર્યું ત્યારે જીત મળી છે. હવે ફરીવાર વિકસિત ભારતની સંકલ્પ યાત્રામાં લાગી જાઓ.
પ્રધાનમંત્રીએ સાંસદોને કહ્યું કે તમે પોતપોતાના ક્ષેત્રોમાં જઈ લાભાર્થીઓ સાથે મુલાકાત કરો, વિશ્વકર્મા યોજના પણ લોકો સુધી પહોંચાડો. સરકારની યોજનાઓનું પ્રચાર અને પ્રસાર કરો. કાર્યકર્તાઓનો સંપર્ક કરો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે