Abhayam News
AbhayamGujaratNational

ઈસરો હવે અંતરિક્ષમાં સ્પેસ સ્ટેશન સ્થાપશે અને ચંદ્ર પર માનવ મોકલશે; જાણો ક્યારે ગગનયાન લોન્ચ થશે


પીએમ નરેન્દ્ર મોદીએ ઈસરો સાથે બેઠક યોજી હતી. આ બેઠક બાદ પીએમઓએ ઈસરોના ગગનયાનના લોન્ચિંગ ઉપરાંત અંતરિક્ષમાં સ્પેસ સ્ટેશન સ્થાપવા અને ચંદ્રયાન-3ના લોન્ડિંગ બાદ હવે ચંદ્ર પર માનવ મોકલવાની ટાઇમલાઇન અંગે મોટી ઘોષણા કરવામાં આવી છે


ભારતની અંતરિક્ષ સંસ્થા ઈસરો ચંદ્રયાન-3 અને આદિત્ય એલ1ની સફળતા બાદ હવે ગગનયાન લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. ગગનયાનના લોન્ચિને લઇ એક મોટા સમાચાર આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગગનયાનનું લોન્ચિં ક્યારે થશે તેની ઘોષણા કરી છે. ઉપરાંત અંતરિક્ષમાં ભારતનું પ્રથમ સ્પેસ સ્ટેશન અને ચંદ્ર પર માનવ મોકલવા વિશે પણ મોટી અપડેટ આપી છે.

પીએમ નરેન્દ્ર મોદી એ ઈસરો સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી, જેમાં આ નિર્દેશો આપ્યા હતા. આ બેઠક ભારતના ગગનયાન મિશનની પ્રગતિનું મૂલ્યાંકન કરવા અને ભારતના અવકાશ સંશોધન પ્રયાસોના ભાવિની રૂપરેખા આપવા માટે બોલાવવામાં આવી હતી.

ઈસરો ગગનયાન ક્યારે લોન્ચ કરશે?

ઈસરો હવે ગગનયાન લોન્ચ કરવા તૈયારી કરી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવાર 17 ઓક્ટોબર, 2023ના રોજ ઈસરોના વૈજ્ઞાનિકો સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ બેઠકમાં 21 ઓક્ટોબરે ભારતના પ્રથમ હ્યુમન સ્પેસ ફ્લાઇટ મિશન ગગનયાનની ક્રૂ એસ્કેપ સિસ્ટમની ટેસ્ટિંગની તૈયારીઓ વિશે જાણકારી મેળવી હતી. પીએમઓ એ જણાવ્યું કે, ભારતનું પ્રથમ માનવ અંતરિક્ષ યાન એટલે કે ગગનયાન 2025માં લોન્ચ થવાની સંભાવના છે.

ગગનયાનના લોન્ચિંગ પગેલા ઈસરો ગગનયાનના ક્રૂ એસ્કેપ સિસ્ટમનું ટેસ્ટિંગ કરશે.

ઈસરો આગામી સમયમાં ઘણા બધા અંતરિક્ષ મિશન હાથ ધરશે. જેમાં વર્ષ 2025 સુધીમાં અવકાશમાં સ્પેસ સ્ટેશન સ્થાપવાનો મહત્વકાંક્ષી પ્રોજેક્ટ પણ સામેલ છે. આ સ્પેસ સ્ટેશન ઈસરોને અંતરિક્ષના રહસ્યો ઉજાગર કરવામાં બહુ મદદ કરશે

ચંદ્રયાન-3નું ચંદ્રની દક્ષિણ ધ્રુવ સપાટી પર સફળ લેન્ડિંગ કરાવ્યા બાદ ઈસરોને ઘણી પ્રેરણા મળી છે. ચંદ્ર પર ચંદ્રયાન-3 મોકલ્યા બાદ હવે ઈસરો ચંદ્ર પર માનવ ઉતરણ કરવાની તૈયારી કરી રહ્યું છે. ઈસરો વર્ષ 2040માં ચંદ્ર પર માનવયાન મોકલવાના પ્રોજેક્ટ પર કામગીરી કરી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

વીઝા કન્સલ્ટીંગ કૌભાંડ મુદ્દે તપાસ

Vivek Radadiya

ગુજરાત કોમન એડમીશન સર્વિસીસ પોર્ટલનો આજે થશે પ્રારંભ

Vivek Radadiya

વર્ષ 2024 હશે સૌથી અજીબ વર્ષ

Vivek Radadiya