Abhayam News
News

ભારતીય મૂળના લક્ષ્મણ નરસિમ્હન સ્ટારબક્સના નવા CEO બન્યા

વિશ્વની સૌથી મોટી કોફી જાયન્ટ કંપની સ્ટારબક્સે ભારતીય મૂળના લક્ષ્મણ નરસિમ્હનને તેના નવા ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) તરીકે નિયુક્ત કર્યા છે.

Laxman Narasimhan Starbucks New CEO:અમેરિકાની બહુરાષ્ટ્રીય કોફી જાયન્ટ સ્ટારબક્સે ભારતીય મૂળના લક્ષ્મણ નરસિમ્હનને તેના નવા CEO તરીકે નિયુક્ત કર્યા છે. નરસિમ્હન સ્ટારબક્સના CEO હોવર્ડ શુલ્ટ્ઝનું સ્થાન લેશે. 1 ઓક્ટોબરના રોજ લંડનથી સિએટલમાં સ્થળાંતર કર્યા પછી તે સ્ટારબક્સમાં જોડાશે.જયારે હાવર્ડ શુલ્ટ્ઝ એપ્રિલ 2023 સુધી વચગાળાના વડા તરીકે રહેશે, જે પછી તેઓ સ્ટારબક્સ બોર્ડ ઓફ ડિરેક્ટર્સના સભ્ય તરીકે રહેશે.

સ્ટારબક્સ બોર્ડ ઓફ ડિરેક્ટર મેલોડી હોબ્સને જાણકારી આપી:ધ વોલ સ્ટ્રીટ જનરલના અહેવાલ મુજબ, સ્ટારબક્સ બોર્ડના અધ્યક્ષ મેલોડી હોબસને કહ્યું, કંપની માને છે કે અમને અમારા આગામી સીઈઓ લક્ષ્મણ નરસિમ્હનમાં એક અસાધારણ વ્યક્તિ મળી છે. તેમણે તેમના ક્ષેત્રમાં ઘણા નોંધપાત્ર કાર્યો કર્યા છે.

નરસિમ્હને પેપ્સિકોમાં અનેક નેતૃત્વની ભૂમિકાઓ ભજવી છે:સ્ટારબક્સ પહેલા, નરસિમ્હન મેકકિન્સે એન્ડ કંપનીમાં(McKinsey & Company) સિનિયર પાર્ટનર હતા. તેઓ બ્રૂકિંગ્સ ઇન્સ્ટિટ્યૂશન(Brookings Institution)ના ટ્રસ્ટી પણ છે. લક્ષ્મણ નરસિમ્હન સપ્ટેમ્બર 2019માં રેકિટમાં જોડાયા હતા અને 1999 માં લોન્ચ થયા પછી કંપનીમાં પદ સંભાળનારા પ્રથમ બાહ્ય ઉમેદવાર બન્યા હતા. લક્ષ્મણ નરસિમ્હને પેપ્સિકોમાં વૈશ્વિક મુખ્ય વાણિજ્યિક અધિકારી તરીકે અનેક નેતૃત્વની ભૂમિકા પણ ભજવી છે. નરસિમ્હને લેટિન અમેરિકા, યુરોપ અને ઉપ-સહારા આફ્રિકામાં કંપનીના ઓપરેશન્સના સીઇઓ તરીકે પણ સેવા આપી છે અને અગાઉ પેપ્સિકો લેટિન અમેરિકાના સીઇઓ અને પેપ્સિકો અમેરિકા ફૂડ્સના સીએફઓ તરીકે સેવા આપી ચૂક્યા છે.

Related posts

તમારા ઘરની છત નિયમિત આવકનો સ્રોત બની શકે છે

Vivek Radadiya

કોવિશીલ્ડ લેનારને યુરોપમાં નો એન્ટ્રી..

Abhayam

સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારની ઝાટકણી કાઢી,કહ્યું…..

Abhayam