
હેલ્લો ફ્રેન્ડ્સ,આપણે અનેક વાર અનેક પ્રકારના શાક સાથે પરોઠા ખાતાજ હોઈએ છીએ. પરંતુ આજે આપણે જે વાનગી બનાવતા શીખવાના છીએ, તે વાનગી પરોઠાનું એક નવીનીકરણ છે. આ પરોઠા પાઉ ભાજી વડે સ્ટફ (Pav Bhaji Paratha) કરવામાં આવેલ છે, જેથી પરોઠાની સાથોસાથ મહારાષ્ટ્રની ખુબજ પ્રખ્યાત એવી પાઉ ભાજીનો પણ સ્વાદ માણી શકાય. આ પરોઠા સામાન્ય પરોઠા કરતા વધુ સ્વાદિષ્ટ અને લાજવાબ એવા હોઈ છે. આ સવારના સમયે આવી કઈક બ્રેકફાસ્ટ ડીશ પ્રસ્તુત કરીને આપના પરિવારજનો અને બાળકોને ખુશ કરી શકો છો.
બનાવવામાં ખુબજ સરળ અને ખુબજ આસાન એવા આ પરોઠા આપ નાસ્તા તરીકે પણ સર્વ કરી શકો છો. આ પરોઠા બનાવવા માટે આપને મેંદાનો લોટ, ઘઉંનો લોટ, શાકભાજીઓ અને અન્ય કેટલાક મસાલાઓની જરૂર પડશે.આપ આ તમામ સામગ્રીઓ ખુબજ આસાનીથી બજારમાંથી મેળવી શકોછો. આ પરોઠા સ્વાદિષ્ટ હોવાની સાથોસાથ ખુબજ હેલ્થી પણ છે.કારણકે આ પરોઠામાં ઘણા બધા શાકભાજીઓનો ઉયોગ કરાયેલ છે. તો ચાલો મિત્રો જોઈએ પાઉ ભાજી પરોઠા બનાવવાની રીત.
પાઉં ભાજી પરોઠા બનાવવા માટેની આવશ્યક સામગ્રીઓ:
ઉપરના લેયર માટેની સામગ્રીઓ:
- ૧/૨ કપ મેંદાનો લોટ(all purpose flour).
- ૧/૨ કપ ઘઉંનો લોટ(wheat flour).
- નમક સ્વાદ અનુસાર(salt).
- ૧ ચમચી તેલ(oil).
- તેલ,માખણ અથવા ઘી(oil, butter or ghee).
સ્ટફીંગ માટેની સામગ્રીઓ:
- ૨૫૦ ગ્રામ બાફેલ ગાજર, કેપ્સીકમ, કોબીજ, બટાટા અને ફ્લાવર (carrots, capsicum, cabbage, potatoes and cauliflower).
- ૩ ચમચી સમારેલ ડુંગળી(onion).
- ૨ ચમચી સમારેલ ટામેટા(tomato).
- ૧ ચમચી પાઉં ભાજી મસાલો(pav bhaji masala).
- ૧ ચમચી આદું-લસણ-મરચાની પેસ્ટ(ginger-garlic-chili paste).
- ૧/૪ ચમચી હળદર પાવડર(turmeric powder).
- ૧ ચમચી લાલ મરચું પાવડર(red chili powder).
- ૧ ચમચી કોથમીર(coriander leaves).
- ૧ ચમચી લીંબુનો રસ(lemon juice).
- નમક સ્વાદ અનુસાર(salt).
- ૨ ચમચી તેલ(oil).
પાઉ ભાજી પરોઠા બનાવવાની રીત:
- સૌ પ્રથમ એક બાઉલમાં મેંદાનો લોટ, ઘઉંનો લોટ લઇ તેમાં તેલ ઉમેરી મિક્ષ કરી લો. હવે તેમાં જરૂર અનુસાર પાણી ઉમેરી લોટ ગુંદી લો. હવે આ લોટને ૫-૭ મિનીટ સુધી ઢાંકીને મૂકી દો.
- હવે પાઉ ભાજી બનાવવા માટે એક કડાઈમાં તેલ ગરમ કરી, તેમાં ડુંગળી ઉમેરી થોડી વાર સુધી સાંતડો. હવે તેમાં આદું-લસણ-મરચાંની પેસ્ટ ઉમેરી થોડી વાર સુધી સાંતડો.
- હવે તેમાં ટામેટા ઉમેરી તે સોફ્ટ બની જાય ત્યાં સુધી પકાઓ. હવે તેમાં નમક, હળદર પાવડર, લાલ મરચું પાવડર, પાઉ ભાજી મસાલા નાંખી બધાજ મસાલાઓ થોડી વાર સુધી સાંતડો.
- હવે તેમાં બાફેલ શાકભાજીઓ ઉમેરી સ્મેશરની મદદથી સ્મેશ કરી લો અને તે ઘટ્ટ થઇ જાય ત્યાં સુધી પકાઓ. હવે ગેસ બંધ કરી સ્ટફીંગને બાઉલમાં લઇ અને એકબાજુ મૂકી દો.
- હવે લોટમાંથી નાની સાઈઝના બોલ્સ બનાવી લો અને તેની પાતળી પૂરી વણી લો. હવે તેમાં વચ્ચે ૧ ચમચી જેટલું સ્ટફીંગ મુકો. આપ ઓછુ કે વધુ સ્ટફીંગ પણ મૂકી શકો છો.
- હવે તેની બધી કિનારી ભેગી કરી લો અને તેને ફરીથી પરોઠાના શેપમાં વણી લો. આ રીતે બધાજ પરોઠા વણી લો.
- હવે તવાને ગરમ કરી પરોઠાને તેલ, માખણ, અથવા ઘીમાં શેકી લો. આ રીતે બધાજ પરોઠા શેકી ગરમા ગરમ સર્વ કરો.