Abhayam News
Abhayam

સેમસંગના મોબાઈલ ફોન વાપરતા લોકો માટે ભારત સરકારે જાહેર કરી ચેતવણી

Indian government has issued a warning for people using Samsung mobile phones

સેમસંગના મોબાઈલ ફોન વાપરતા લોકો માટે ભારત સરકારે જાહેર કરી ચેતવણી સેમસંગના મોબાઈલ ફોન વાપરતા લોકો માટે ભારત સરકારે જાહેર કરી ચેતવણી જો તમે પણ સેમસંગનો ફોન વાપરો છો તો તમારા માટે આ સમાચાર ઘણાં મહત્વનાં છે. કારણકે ભારત સરકારે સેમસંગ યૂઝર્સ માટે ચેતવણી જાહેર કરી છે. આ ચેતવણી યૂઝર્સની સિક્યોરિટી સંબંધિત છે. તેમાં ભારત સરકારની તરફથી સેમસંગ સ્માર્ટફોનની અનેક ખામીઓ વિશે જણાવવામાં આવ્યું છે. Computer Emergency Response Teamએ હાઈ રિસ્ક વોર્નિંગ જાહેર કરી છે.

સેમસંગના મોબાઈલ ફોન વાપરતા લોકો માટે ભારત સરકારે જાહેર કરી ચેતવણી

અટેકર્સથી ખતરો.

ભારત સરકારે CERT-INની તરફથી ચેતવણી જાહેર કરતાં જણાવ્યું કે એવા ઘણાં સિક્યોરિટી ઈશ્યૂઝ છે જે Samsung Mobile Android Versions 11,12,13, 14 ને પ્રભાવિત કરી રહ્યાં છે. તેના ખતરનાક પ્રભાવને જોતાં ચેતવણી આપવામાં આવી છે. CERT-IN રિસર્ચરે જણાવ્યું કે આ ખામીઓને લીધે અટેકર્સને સિક્યોરિટીમાં ખેલેલ કરવાનો રસ્તો મળી જાય છે. 

કેવી રીતે કરશો બચાવ?

  • યૂઝર્સે સિક્યોરિટી અપડેટ અપ્લાય કરવું પડશે. સેમસંગે હાલમાં જ સિક્યોરિટી એડવાઈઝરી જારી કરી છે. સેટિંગ્સમાં સોફ્ટવેર અપડેટમાં જઈને તમે અપડેટ ચેક કરી શકશો. જો તમારા ફોનમાં પણ અપડેટ દેખાડી રહ્યું છે તો તમે તેને ફોલો કરી શકો છો. અપડેટ માટે તમારે સતત ચેક કરતાં રહેવું પડશે અને ફોનમાં ઈંસ્ટોલ કરી દેવું પડશે.
  • કોઈપણ અજાણી એપને ડાઉનલોડ કરવાથી સાવધાન રહેવું. પહેલા સંપૂર્ણ જાણકારી મેળવી લેવી અને પછી જ ઈંસ્ટોલ કરવું.
  • આઉટ ડેટેડ એપ્સ ખતરનાક સાબિત થઈ શકે છે. તેમાં અટેકર્સને સરળ રસ્તો મળી જાય છે. તેથી એપ્સ સતત અપડેટ કરવી જોઈએ.
     

સેમસંગ ગેલેક્સી S23 સીરીઝ, Galaxy ફ્લિપ 5, Galaxy ફોલ્ડ 5 સીરીઝનાં ફોન ખાસ આ ખતરા હેઠળ છે. જો તમે પણ આ સ્માર્ટફોનનો ઉપયોગ કરી રહ્યાં છો તો તમારે ખાસ સાવધાન રહેવું પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે

Related posts

કોંગ્રેસના સાંસદના ત્યાં કાળો ખજાનો ઝડપાયો 

Vivek Radadiya

વૈશ્વિક દબાણ વચ્ચે સેન્સેક્સ નિફ્ટીનો ફ્લેટ કારોબાર, તમારે શું કરવું જોઈએ આજે?

Vivek Radadiya

BJP New Poster: BJPએ બદલ્યું સોશિયલ મીડિયા એકાઉન્ટ્સનું પોસ્ટર

Vivek Radadiya