ભારત 30 ટ્રિલિયનની ઈકોનોમી બનશે વર્તમાનમાં ભારત 3.7 ટ્રિલિયન ડોલરની જીડીપી સાથે વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થામાં સ્થાન ધરાવે છે. 2030 સુધીમાં, ભારત જાપાન અને જર્મનીને પાછળ છોડીને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાની અપેક્ષા છે. રેટિંગ એજન્સી S&P અનુસાર, ભારતની નોમિનલ જીડીપી 2030 સુધીમાં $7.3 ટ્રિલિયન સુધી પહોંચી જશે.
ભારતની અર્થવ્યવસ્થા આજે ઝડપથી આગળ વધી રહી છે ત્યારે ઘણા મોટા નિષ્ણાંતો અને જાણકારો મુજબ ભારત જલદી જ ઈકોનોમીના મોરચે દુનિયાભરમાં પોતાનો પરચમ લહેરાવી શકે છે. ત્યારે એ સમય દૂર નથી જ્યારે દેશ 30 ટ્રિલિયનની ઈકોનોમીની ઉજવણી કરી રહ્યો હશે. નીતિ આયોગ અનુસાર વર્ષ 2047 સુધી ભારતની 30 ટ્રિલિયન અર્થવ્યવસ્થાનો ટારગેટ અચીવ કરવાનું અનુમાન છે.
વર્તમાનમાં ભારત 3.7 ટ્રિલિયન ડોલરની જીડીપી સાથે વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થામાં સ્થાન ધરાવે છે. 2030 સુધીમાં, ભારત જાપાન અને જર્મનીને પાછળ છોડીને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાની અપેક્ષા છે. રેટિંગ એજન્સી S&P અનુસાર, ભારતની નોમિનલ જીડીપી 2030 સુધીમાં $7.3 ટ્રિલિયન સુધી પહોંચી જશે. નીતિ આયોગ 2047 સુધીમાં ભારતને લગભગ 30 ટ્રિલિયન ડોલરની વિકસિત અર્થવ્યવસ્થા બનાવવા માટે વિઝન દસ્તાવેજ તૈયાર કરી રહ્યું છે.
ભારત 30 ટ્રિલિયનની ઈકોનોમી બનશે
નીતિ આયોગના સીઈઓ બીવીઆર સુબ્રમણ્યમે તાજેતરમાં કહ્યું છે કે ભારતને 2047 સુધીમાં લગભગ 30 ટ્રિલિયન ડોલરની વિકસિત અર્થવ્યવસ્થા બનાવવા માટે વિઝન ડોક્યુમેન્ટ તૈયાર કરવામાં આવી રહ્યું છે. 2047માં વિઝન ઈન્ડિયાનો ડ્રાફ્ટ ડિસેમ્બર 2023 સુધીમાં તૈયાર થઈ જશે અને આગામી ત્રણ મહિનામાં રજૂ કરવામાં આવશે. જે બાદ ઝડપથી વિકસતું ભારત 24 વર્ષ પછીના લક્ષ્યાંક માટે કામ કરવાનું શરૂ કરશે અને તેનો અંદાજિત આંકડો હાંસલ કરશે.
વિશ્વ બેંક અનુસાર, જ્યારે ભારત વર્ષ 2047માં 30 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા હાંસલ કરશે, ત્યારે દરેક વ્યક્તિ 12,000 ડોલર એટલે કે લગભગ 10 લાખ રૂપિયાથી વધુની વાર્ષિક આવક ધરાવતો દેશ બની જશે. ભારતને ઉચ્ચ આવક ધરાવતી અર્થવ્યવસ્થા તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવી છે. નીતિ આયોગના પ્રારંભિક અનુમાન મુજબ, જો ભારતે 2047 સુધીમાં વિકસિત દેશ બનવું હોય તો 2030 થી 2047 સુધી અર્થતંત્રને વાર્ષિક 9 ટકાના દરે વૃદ્ધિ કરવી પડશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે