ટીમ ઈન્ડિયાએ નાગપુરમાં રમાયેલી બીજી T20માં ઓસ્ટ્રેલિયાને 6 વિકેટે હરાવ્યું હતું. 8 ઓવરની આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ રમત રમીને ટીમ ઈન્ડિયાને 91 રનનો ટાર્ગેટ આપ્યો હતો.ભારતે નાગપુરમાં રમાયેલી બીજી મેચ જીતી લઈને ટી20 શ્રેણીને 1-1 થી બરાબર કરી લીધી છે, આમ અંતિમ મેચ નિર્ણાયક રહશે
(India Vs Australia) વચ્ચે 3 મેચોની T20 સિરીઝ રમાઈ રહી છે. નાગપુરમાં બીજી T20 મેચ શ્રેણીની રમાઈ રહી છે. ભારતીય કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) એ ટોસ જીતીને પહેલા ફિલ્ડીગ પસંદ કરીને રન ચેઝ કરવાની યોજના અમલમાં મુકી હતી. વરસાદી માહોલને લઈ નાગપુરનુ મેદાન ખૂબ જ ભીનુ હતુ અને ભેજ સુકવ્યા બાદ મેચને નિર્ધારીત સમય કરતા લાંબા સમય બાદ શરુ કરી શકાઈ હતી. જોકે મેચની ઓવર ઘટાડીને 8-8 ઓવરની કરી દેવામાં આવી હતી. આમ 8 ઓવરમાં ઓસ્ટ્રેલિયાએ 5 વિકેટે ભારત સામે 91 રનનુ ટાર્ગેટ રાખ્યુ હતુ. ભારતીય ટીમે (Indian Cricket Team) ઓસ્ટ્રેલિયા સામે અંતિમ 8મી ઓવરમાં 6 વિકેટે વિજય મેળવ્યો હતો.
રોહિતની કેપ્ટન તોફાની ઈનીંગ
ભારતે 48 બોલમાં ટાર્ગેટને હાંસલ કરવા માટે રન ચેઝ કરવાની પહેલાથી જ નક્કી કરેલી યોજના પ્રમાણે શરુઆત આક્રમક કરી હતી. રોહિત શર્મા અને કેએલ રાહુલ ક્રિઝ પર આવ્યા હતા. રોહિત શર્માએ ધમાકેદાર શરુઆત કરતા પ્રથમ ઓવરમાં જ જોસ હેઝલવુડ પર 2 છગ્ગા અને બાદમાં બીજી ઓવરમાં પેટ કમિન્સ પર એક છગ્ગો જમાવી દીધો હતો. આમ 2 ઓવરના નક્કી કરવામાં આવેલા પાવર પ્લેમાં વિના વિકેટે ભારતે 30 રન નોંધાવ્યા હતા.
ટીમ ઈન્ડિયાએ નાગપુરમાં રમાયેલી બીજી T20માં ઓસ્ટ્રેલિયાને 6 વિકેટે હરાવ્યું હતું. 8 ઓવરની આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ રમત રમીને ટીમ ઈન્ડિયાને 91 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેને યજમાન ટીમે છેલ્લી ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. આ જીત સાથે ભારતે ત્રણ મેચની T20I શ્રેણીમાં 1-1ની બરાબરી કરી લીધી છે.
ટીમ ઈન્ડિયાએ નાગપુરમાં રમાયેલી બીજી T20માં ઓસ્ટ્રેલિયાને 6 વિકેટે હરાવ્યું હતું. વરસાદ વિક્ષેપિત 8 ઓવરની આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ રમત રમીને ટીમ ઈન્ડિયાને 91 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેને યજમાન ટીમે છેલ્લી ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. આ જીત સાથે ભારતે ત્રણ મેચની T20I શ્રેણીમાં 1-1ની બરાબરી કરી લીધી છે.
ભારત તરફથી કેપ્ટન રોહિત શર્માએ અણનમ 46 રન બનાવ્યા હતા. 20 બોલની પોતાની તોફાની ઇનિંગમાં હિટમેને 4 ફોર અને 4 સિક્સર ફટકારી હતી. છેલ્લી ઓવરમાં દિનેશ કાર્તિકે એક સિક્સર અને ફોર ફટકારીને ટીમ ઈન્ડિયાને ચાર બોલ પહેલા જ જીત અપાવી હતી.
ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ આઠ ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને 90 રન બનાવ્યા હતા. મેથ્યુ વેડે 20 બોલમાં 43 રનની અણનમ ઇનિંગ રમી હતી. તે જ સમયે, એરોન ફિન્ચે 15 બોલમાં 31 રન બનાવ્યા હતા. અક્ષર પટેલે બે વિકેટ ઝડપી હતી.
જવાબમાં ભારતે 7.2 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને લક્ષ્યનો પીછો કરી લીધો હતો. કેપ્ટન રોહિત શર્માએ 20 બોલમાં 46 રનની અણનમ ઇનિંગ રમી હતી. તેણે પોતાની ઇનિંગમાં ચાર ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા હતા. તે જ સમયે દિનેશ કાર્તિકે આઠમી ઓવરમાં એક સિક્સર અને એક ફોર ફટકારીને મેચ પૂરી કરી હતી. કાર્તિક બે બોલમાં 10 રન બનાવીને અણનમ રહ્યો હતો. કેએલ રાહુલ 10 રન, વિરાટ કોહલી 11 રન. સાથે જ સૂર્યકુમાર યાદવ ખાતું પણ ખોલાવી શક્યો ન હતો. એડમ ઝમ્પાએ ત્રણ વિકેટ લીધી હતી.