Abhayam News
AbhayamGujarat

મોદી સરકારની નીતિઓમાં અર્થવ્યવસ્થાનું પાવરહાઉસ બન્યું ભારત

India has become an economic powerhouse under the policies of the Modi government

મોદી સરકારની નીતિઓમાં અર્થવ્યવસ્થાનું પાવરહાઉસ બન્યું ભારત હાલમાં ઈકોનૉમી ફ્રંટમાં ભારતે કોરોના મહામારીથી બહાર આવીને અનેક પડકારોનો સફળતાપૂર્વક સામનો કરનારી દુનિયાની સૌથી તેજીથી આગળ વધતી અર્થવ્યવસ્થાની ઉપલબ્ધિ હાસિલ કરી છે. એટલું જ નહીં ભારતે વિકસિત દેશોની સાથે-સાથે વિકાસશીલ દેશોની વચ્ચે પણ પોતાની અલગ ઓળખ ઊભી કરી છે.  

મોદી સરકારની નીતિઓમાં અર્થવ્યવસ્થાનું પાવરહાઉસ બન્યું ભારત

તેવામાં વર્ષ 2023માં ભારતીય અર્થવ્યવસ્થાએ નવી સિદ્ધિ મેળવી છે. ચાલુ નાણાકીય વર્ષનાં પહેલા 6 મહિનામાં ભારતની જીડીપીમાં 7.7%ની વૃદ્ધિ જોવા મળી છે. ઈકોનોમિક ઉપલબ્ધિ મેળવ્યા બાદ ખુદ PM મોદીએ આ અંગે પ્રતિક્રિયા આપતાં કહ્યું તે દેશની મજબૂત થઈ રહેલી અર્થવ્યવસ્થા અને છેલ્લાં 10 વર્ષોમાં કરવામાં આવેલા પરિવર્તનકારી સુધારાઓનું આ પ્રતિબિંબ છે.

India has become an economic powerhouse under the policies of the Modi government

મેન્યુફેક્ચરિંગ હબ બન્યું ભારત
2023ની દેશની જો સૌથી મોટી ઉપલબ્ધિની વાત કરવામાં આવે તો ભારત દુનિયામાં ચીન બાદ મેન્યુફેક્ચરિંગ હબ તરીકે ઉપર આવ્યું છે. મેક ઈન ઈન્ડિયાને પ્રોત્સાહન આપવાથી મોબાઈલ મેન્યુફએક્ચરિંગ, ઑટોમોબાઈલ મેન્યુફેક્ચરિંગ, ટેક્સટાઈલ સહિત તમામ સેક્ટરમાં ભારતે દુનિયામાં પોતાની આગવી ઓળખ બનાવી છે.

ચીનથી નિકળીને હજારો કંપનીઓએ ભારતમાં પોતાનો વેપાર શરૂ કર્યો છે. સરકારની PLI સ્કીમને લીધે દુનિયાભરની કંપનીઓએ ભારતમાં પોતાનું પ્રોડક્શન પ્લાંટ ખોલ્યું છે.

India has become an economic powerhouse under the policies of the Modi government

દુનિયાની ત્રીજી અર્થવ્યવસ્થા બનશે
ભારત સરકારની ઉચ્ચતમ નીતિઓ અને લોકોનાં શ્રેષ્ઠ પ્રતિસાદે ભારતને ફરી દુનિયાની મજબૂત ઈકોનોમી બનાવી દીધું છે. તેના લીધે દુનિયાભરમાંથી રોકાણકારો ભારતમાં પૈસા લગાવી રહ્યાં છે. તેનાથી ભારતીય શેરબજાર રેકોર્ડ હાઈ પર પહોંચ્યો છે. નિફ્ટીએ પહેલી વખત 21હજારનો આંકડો પાર કર્યો છે.

ભારતમાં રોકાણ વધવાને લીધે અર્થવ્યવસ્થાની સાઈઝ પણ તેજીથી વધી રહી છે. S&P ગ્લોબલ રેટિંગ અનુસાર ભારત 2030 સુધી દુનિયાની  ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે અને નાણાકીય વર્ષ 2026-27માં દેશની જીડીપીની વૃદ્ધિ 7% પર પહોંચવાનો અનુમાન પણ છે. હાલમાં ભારત અમેરિકા, ચીન, જર્મની અને જાપાન બાદ દુનિયાની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

ગુજરાતમાં નકલી ડૉક્ટરોનો રાફડો ફાટયોઃબે મહિનામાં આટલા નકલી ડૉક્ટરો પકડાયા..

Abhayam

કોરોનાનો કપરો સમય જોતા ભારતીય સેના મદદે આવી: અમદાવાદમાં ખોલશે મિલટ્રી હોસ્પિટલ, રાજનાથ સિંહે આપ્યા આદેશ..

Abhayam

ભૂતપૂર્વ આર્મી ચીફ નરવણેએ ભારત અને ચીન અંગે કર્યો ઉલ્લેખ

Vivek Radadiya