PM મોદીના હસ્તે સુરત ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન Surat Diamond Bourse : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વિશ્વની સૌથી મોટી ઓફિસ બિલ્ડિંગ સુરત ડાયમંડ બુર્સ નું ઉદ્ઘાટન કર્યું છે. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત કેન્દ્ર અને રાજ્યના મંત્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ડાયમંડ બોર્સના ચેરમેન અને બોર્સ કમિટીના સભ્યો સહિત હીરા ઉદ્યોગના નિષ્ણાતો ઉપસ્થિત રહ્યા હતા. નોંધનિય છે કે, સુરતના ખાજોદ વિસ્તારમાં બનેલ સુરત ડાયમંડ બુર્સ રાજ્ય અને દેશના આર્થિક વિકાસ માટે સીમાચિહ્નરૂપ બનશે. આ ઓફિસ અમેરિકાના પેન્ટાગોન કરતા પણ મોટી માનવામાં આવે છે.
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ફેબ્રુઆરી 2015માં SDB અને ડ્રીમ સિટી પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો. 3400 કરોડના ખર્ચે સુરત ડાયમંડ બુર્સ નું નિર્માણ કરવામાં આવ્યું છે. તે 35.54 એકર જમીન પર બનેલ છે. સુરત ડાયમંડ બુર્સ રફ અને પોલિશ્ડ હીરાના વેપાર માટેનું મુખ્ય વેપાર કેન્દ્ર છે. સુરત ડાયમંડ બુર્સ વિશ્વની સૌથી મોટી એકબીજા સાથે જોડાયેલી ઇમારત છે. 4,500થી વધુ ઇન્ટરકનેક્ટેડ ઓફિસો પેન્ટાગોન કરતાં મોટી હોવાનું કહેવાય છે. આ બિલ્ડિંગના ઉદ્ઘાટન બાદ અહીંથી 1.5 લાખ લોકોને રોજગારી મળશે.
PM મોદીના હસ્તે સુરત ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન
જાણો શું છે સુરત ડાયમંડ બુર્સ બિલ્ડીંગની ખાસિયત ?
SDB બિલ્ડીંગ એટલે કે સુરત ડાયમંડ બુર્સ 67 લાખ ચોરસ ફૂટથી વધુ ફ્લોર એરિયા ધરાવતું વિશ્વનું સૌથી મોટું ઓફિસ સંકુલ સુરત શહેર નજીકના ખાજોદ ગામમાં આવેલું છે. તેની કિંમત લગભગ 3000 કરોડ રૂપિયા છે. SDB ની લગભગ 4,500 ડાયમંડ ટ્રેડિંગ ઓફિસો છે. ડ્રીમ સિટીની અંદર 35.54-એકરના પ્લોટ પર બનેલ, મેગા સ્ટ્રક્ચરમાં 300 ચોરસ ફૂટથી 1 લાખ ચોરસ ફૂટ સુધીની ગ્રાઉન્ડ ફ્લોર ઑફિસ સ્પેસના નવ ટાવર અને 15 માળ છે.
અહીં 67000 લોકો, બિઝનેસમેન અને મુલાકાતીઓ સાથે મળીને કામ કરી શકે છે. બિલ્ડિંગમાં પ્રવેશતા પહેલા ઉચ્ચ સુરક્ષા ચોકીઓ, જાહેર જાહેરાત સિસ્ટમ છે. આ બિલ્ડિંગમાં ગ્રાઉન્ડ ફ્લોર પર સભ્યો માટે બેંક, રેસ્ટોરન્ટ, ડાયમંડ લેબ વગેરે જેવી સુવિધાઓ પણ છે.
આ વિશ્વની સૌથી મોટી ઓફિસ બિલ્ડિંગ છે. કાચા હીરાના વેપારથી લઈને પોલિશ્ડ હીરાના વેચાણ સુધી-બંને અહીં હશે. વિશ્વ કક્ષાનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવામાં આવ્યું છે. દરેક ઓફિસમાં તેની કનેક્ટિવિટી છે.
અહીં 4000 થી વધુ કેમેરા અને અત્યાધુનિક કંટ્રોલ રૂમ લગાવવામાં આવ્યા છે, જેથી સુરક્ષાની મજબૂત વ્યવસ્થા કરવામાં આવી છે. મુંબઈના ઘણા હીરાના વેપારીઓએ ઉદ્ઘાટન પહેલા જ અહીં પોતાનો બિઝનેસ શરૂ કરી દીધો છે. તેઓ હરાજી પછી મેનેજમેન્ટ દ્વારા તેમને ફાળવવામાં આવ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે