Abhayam News
AbhayamNews

CM રૂપાણીની હાજરીમાં IAS વિજય નેહરા એ આપી ચેતવણી જાણો શું છે પૂરી ખબર….

  • કોરોના કેસને લઈને બોલ્યાં CM રૂપાણી
  • “હજુ ખરાબ સ્થિતિ બને તો સરકારની તૈયારી”
  • IAS વિજય નહેરાએ પણ આપી ચેતવણી

મદાવાદ મનપાના પૂર્વ કમિશનર અને IAS અધિકારી વિજય નેહરાએ વધુ એક ચેતવણી આપી છે. CM વિજય રૂપાણીની સાથે ગાંધીનગર જિલ્લાના એક ગામડાની મુલાકાત દરમિયાન વિજય નેહરાએ કહ્યું કે, આગામી સમયમાં ગામડાઓમાં કેસની સંખ્યામાં વધારો થઈ શકે છે. 

ગુજરાતને કોરોના સંક્રમણે બાનમાં લીધું છે. ત્યારે એક નવા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. “મારૂં ગામ, કોરોના મુક્ત ગામ” અભિયાન દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પૂર્વ અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના આરસોડીયા ગામના કોમ્યુનીટી કોવિડ કેર સેન્ટરની મુલાકાત લીધી હતી.

 CM રૂપાણીએ આ ગામમાં મોટું નિવેદન આપ્યું હતું કે રાજ્યમાં ઑક્સીજનની અછતથી કોઈનું મૃત્યુ થયું નથી. પ્રથમ લહેર કરતાં બીજી લહેરમાં કેસ વધ્યા છે પરંતુ બેડ વગર લોકો હેરાન હોય તેવી સ્થિતિ નથી. રાજ્યમાં કોરોના કેસ ઘટતા જાય છે અને સરકારે ત્રીજી લહેરની તૈયારી પણ શરૂ કરી દીધી છે. સરકાર ઑક્સીજન અંગે મોનીટરીંગ કરી રહી છે

રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત છે. ત્યારે કોરોનાને લઇને રાજ્યમાં લોકડાઉન અંગે CM રૂપાણીએ કહ્યું કે, રાજ્યમાં હાલ આંશિક લોકડાઉન યોગ્ય છે. કેસ ઘટી રહ્યાં છે ત્યારે હાલ લોકડાઉનનું આયોજન નહીં. ગામડાઓને સલામત રાખવા સરકાર પ્રયત્નશીલ છે. 15 દિવસે લોકાડઉનની સમીક્ષા કરવામાં આવી રહી છે.

Related posts

સૌરાષ્ટ્રની સેવામાં…52 સંસ્થાઓથી બનેલી સેવા સંસ્થામાંથી આજ રોજ સૌરાષ્ટ્ર તરફ રવાના થયા સુરતનાં યોદ્ધાઓ…

Abhayam

વાવાઝોડાંને કારણે ખંઢેરી સ્ટેડિયમને નુકસાન

Vivek Radadiya

2024 માટે બાબા વેંગાએ કરી છે 7 ખતરનાક ભવિષ્યવાણી

Vivek Radadiya