TEAM ABHAYAM NEWS :16 MAY 21
- સુરતમાં આજથી વરસાદની શક્યતા,
- સુરતમાં તાઉ-તેનો ખતરો ડુમસ બીચ બંધ કરાયો..
- સુરતમાં ટૌકતે વાવાઝોડાની અસર 18-19મીએ સર્જાવાની વકી
- ડુમસ, આભવા, ખજોદ, જીઆવ, ગભેણી વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસી જવા તાકીદ કરાઇ
- સુરતના વાતાવરણમાં પલટો આવ્યો.
ટૌકતે વાવાઝોડાંને પગલે સુરતના વાતાવરણમાં પલટો આવ્યો છે. શનિવારે સવારથી વાદળછાયું વાતાવરણ સર્જાયું હતુ. વાવાઝોડું 18મીએ ગુજરાતમાંથી પસાર થવાની સંભવિત શકયતાઓ છે જેને પગલે સુરતમાં રવિવારથી ત્રણ દિવસ સુધી વરસાદ અને ભારે પવન ફૂંકાવાની શકયતા છે. હવામાન વિશેષજ્ઞ અંકિત પટેલે ‘દિવ્ય ભાસ્કર’ સાથે કરલી વાતચીતમાં કહ્યું કે, જો વાવાઝોડું વેરાવળ-ભાવનગરથી પસાર થશે તો સુરતમાં તેની અસર વધુ દેખાશે. અને અહીં બેથી અઢી ઈંચ વરસાદ પડી શકે છે તેમજ પવન પણ 40 થી 60 ની સ્પીડે ફૂંકાશે. આવી સ્થિતિ બે થી ત્રણ દિવસ રહે તેવુ માની શકાય.
જો વાવાઝોડું પોરબંદરથી પસાર થઈ ફંટાઈ જશે તો સુરતમાં ગાજવીજ સાથે સામાન્ય વરસાદ થઈ શકે છે અને 30થી 40ની સ્પીડે પવન ફૂંકાવાની શકયતા છે. પાલિકા અને કલેક્ટર તંત્રએ દરિયાકાંઠા નજીકના આભવા, ખજોદ, મગદલ્લા, ગવિયર-ભાઠા, ડુમસના વળવા ફળિયું, હળપતિવાર 1 અને 2, નૌસાત, હળપતિવાસ, પારસી શેરી, ભીમપોર, સુલતાનાબાદ સહિતના ગામના લોકોને સલામત સ્થળે ખસી જવા સૂચના આપી છે. 115 વૃક્ષોનું ટ્રિમિંગ કરી, હોર્ડિંગ્સ હટાવાયા છે. કન્સ્ટ્રક્શન સાઇટોનું કામ પણ બંધ કરાયાું છે.
પ્લેનને ટર્મિનલ સાથે અથડાતું રોકવા 400 કિલોના વજનીયાથી બાંધી દેવાયું
વાવાઝોડાને કારણે સુરત એરપોર્ટ પર વેન્ચુરા એર કનેક્ટની બે નાના ચાર્ટર્ડ પ્લેનને મૂરિંગ એટલે કે સાંકળથી વજનીયા બાંધવાની ફરજ પડી છે. વેન્ચુરા એર કનેક્ટ એરલાઇન્સે કહ્યું હતું કે, વાવાઝોડાથી પ્લેન રનવે તરફ કે અન્ય કોઈ પ્લેન કે ટર્મિનલ બિલ્ડિંગ સાથે અથડાય નહીં તે માટે મૂરિંગ કરાયું છે. એક ફ્લાઇટ સાથે 400 કિલોગ્રામના વજનીયા બંધાયા છે, એમ બે પ્લેન સાથે કુલ 800 કિલોગ્રામના વજનીયા બંધાયા છે.
3 દિવસ કેવું રહેશે તાપમાન | ||
તારીખ | વાતાવરણ | તાપમાન |
16 મે | હળવો વરસાદ | 350|260 |
17 મે | હળવોથી મધ્યમ વરસાદ | 340|250 |
18 મે | હળવોથી મધ્યમ વરસાદ | 320|250 |
મજુરા: ડુમસ, સુલતાનાબાદ, મગદલ્લા, ખજોદ
ચોર્યાસી તાલુકા : જુનાગામ , સુવાલી, હજીરા, વાસવા રાજગરી , દામકા, મોરા, ભટલાઈ
ઓલપાડ : દાંડી, લવાછા, ભગવા, દેલાસા, મોર, પારડી ઝાખરી, કરંજ, નેશ, આદમોર, મન્ડ્રોઇ, ડભારી, ટૂંડા, ભાંડૂત, પિંજરત, તેના, જીણોદ, મિરઝાપુર, કુદીયાણા, કુવાદ, કાછોલ, બરબોધન, કપસી, કોબા, ઠોઠબ, પારડી, કોબા, અસનાડ, કરમોલી, હાથીશા
સરકારી હોસ્પિટલના તબીબોને પણ એલર્ટ કરી દેવાયા: કમિશનર
- મેડિકલ સેવા માટે સ્મીમેર તથા આવશ્યક ફરજ બજાવતાં મેડિકલ સ્ટાફ, તબીબોની ટીમને પણ હાજર રહેવા જણાવાયું છે. તમામ ઝોન કર્મચારીઓને પણ એલર્ટ કરાયા છે. – બંછાનિધિ પાની, પાલિકા કમિશનર
- વાવાઝોડાના સંભવિત ખતરા સામે પરિસ્થિતિને પહોંચી વળવા જિલ્લા તંત્ર એલર્ટ છે. શહેર અને જિલ્લાના લોકોએ ડરવાની જરૂર નથી. – ધવલ પટેલ, જિલ્લા કલેકટર,સુરત