નકલી સરકારી કચેરીમાં થયા મહત્વના ખુલાસા પોલીસે વધુ એક પૂર્વ પ્રાયોજન અધિકારીની પૂછપરછ શરૂ કરી હતી. દાહોદના પૂર્વ IAS પ્રાયોજન અધિકારીને પૂછપરછ માટે પોલીસ મથકે લવાયા હતા. કૌભાંડ મામલે પોલીસ સ્ટેશનમાં પૂર્વ પ્રાયોજન અધિકારીની પૂછપરછ ચાલી રહી છે. તો બીજી તરફ દાહોદમાં નકલી સરકારી કચેરી કૌભાંડ કેસમાં આરોપી અંકિત સુથારને કોર્ટમાં રજૂ કરાયો હતો.
છોટાઉદેપુર સરકારી નકલી કચેરીના કેસમાં કૌભાંડી સંદીપ રાજપુતની પૂછપરછમાં મહત્વનો ખુલાસો થયો છે. પોલીસ રિમાન્ડમાં સંદીપ રાજપુતે ચોંકવનારા ખુલાસા કર્યા છે. આરોપી સંદીપે દાહોદમાં પણ નકલી કચેરી ખોલી કૌભાંડ આચર્યું હતું.
નકલી સરકારી કચેરીમાં થયા મહત્વના ખુલાસા
દાહોદમાં 6 નકલી કચેરી ખોલી 18.59 કરોડથી વધુનું કૌભાંડ આચર્યુ હતું. નકલી સરકારી કચેરીમાં અધિકારીઓની પણ સંડોવણી બહાર આવી શકે છે.
પોલીસે વધુ એક પૂર્વ પ્રાયોજન અધિકારીની પૂછપરછ શરૂ કરી હતી. દાહોદના પૂર્વ IAS પ્રાયોજન અધિકારીને પૂછપરછ માટે પોલીસ મથકે લવાયા હતા. કૌભાંડ મામલે પોલીસ સ્ટેશનમાં પૂર્વ પ્રાયોજન અધિકારીની પૂછપરછ ચાલી રહી છે.
તો બીજી તરફ દાહોદમાં નકલી સરકારી કચેરી કૌભાંડ કેસમાં આરોપી અંકિત સુથારને કોર્ટમાં રજૂ કરાયો હતો. આરોપી અંકિત સુથારને 11 દિવસના રિમાન્ડ પર મોકલાયો હતો. 26 નવેમ્બરે સાંજે અંકિત સુથારની ધરપકડ કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે