ડેપ્યુટી સીએમનું પદ કેટલુ મહત્વનું ? છત્તીસગઢમાં મુખ્યમંત્રી પદ્દ માટે વિષ્ણુદેવ સાયને નક્કી કર્યા છે તો રાજસ્થાનમાં ભજનલાલ શર્મા નવા મુખ્યમંત્રી બન્યા છે. ત્યારે બન્ને રાજ્યમાં એક નહીં પણ બે-બે ડેપ્યુટી સીએમ બનાવવામાં આવ્યા છે. ત્યારે ચાલો જાણીએ કોણ હોય છે ડેપ્યુટી સીએમનુ કામ શું હોય છે તેમજ તેમની પાસે કઈ સત્તા છે અને કેટલી સેલરી તેમને મળે છે ની તમામ વિગત
તાજેતરમાં, ભારતના 5 રાજ્યોની ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ 3 રાજ્યમાં ભાજપ આવી છે અને હવે તે રાજ્યના સીએમ અને ડેપ્યુટી સીએમના નામની જાહેરાત થઈ છે. ત્યારે મધ્યપ્રદેશમાં પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણના સ્થાને ડૉ.મોહન યાદવને મધ્યપ્રદેશના નવા મુખ્યમંત્રી બનાવ્યા છે અને આ સાથે બે ડેપ્યુટી સીએમ પણ બનાવવામાં આવ્યા છે.
જોકે આ જ પ્રોસેસ રાજસ્થાન અને છત્તીસગઢમાં પણ ચાલી છે. છત્તીસગઢમાં મુખ્યમંત્રી પદ્દ માટે વિષ્ણુદેવ સાયને નક્કી કર્યા છે તો રાજસ્થાનમાં ભજનલાલ શર્મા નવા મુખ્યમંત્રી બન્યા છે. ત્યારે બન્ને રાજ્યમાં એક નહીં પણ બે-બે ડેપ્યુટી સીએમ બનાવવામાં આવ્યા છે. ત્યારે ચાલો જાણીએ કોણ હોય છે ડેપ્યુટી સીએમનુ કામ શું હોય છે તેમજ તેમની પાસે કઈ સત્તા છે અને કેટલી સેલરી તેમને મળે છે ની તમામ વિગત
ડેપ્યુટી સીએમનું કોણ છે અને તેમનું કામ શું?
નાયબ મુખ્યમંત્રી રાજ્ય સરકારના સભ્ય છે. બંધારણીય કાર્યાલય ન હોવા છતાં, તે ભાગ્યે જ કોઈ ચોક્કસ સત્તા ધરાવે છે. નાયબ મુખ્ય પ્રધાન સામાન્ય રીતે ગૃહ પ્રધાન અથવા નાણાં પ્રધાન તરીકે કેબિનેટ પોર્ટફોલિયો ધરાવે છે. સરકારની સંસદીય પ્રણાલીમાં, મુખ્યમંત્રીને મંત્રીમંડળમાં “સમાનમાં પ્રથમ” ગણવામાં આવે છે; નાયબ મુખ્યમંત્રી પદનો ઉપયોગ ગઠબંધન સરકારમાં રાજકીય સ્થિરતા અને તાકાત લાવવા માટે થાય છે.
ડેપ્યુટી સીએમની નિમણૂંક કોણ કરે છે?
ભારતીય બંધારણની કલમ 164 હેઠળ નાયબ મુખ્યમંત્રીને બંધારણીય દરજ્જો છે. જ્યારે કોઈપણ રાજ્યમાં સરકાર રચાય છે ત્યારે રાજ્યપાલ તે રાજ્યના મુખ્યમંત્રીની નિમણૂક કરે છે. તે પછી, તે મુખ્યમંત્રીની સલાહ પર, રાજ્યપાલ રાજ્યના નાયબ મુખ્યમંત્રીની નિમણૂક કરે છે. આજે એટલે કે 11મી ડિસેમ્બરે ડો.મોહન યાદવને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે, જ્યારે તેમની ભલામણ પર જગદીશ દેવરા અને રાજેન્દ્ર શુક્લાને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે.
ડેપ્યુટી સીએમનું પદ કેટલુ મહત્વનું ?

ડેપ્યુટી સીએમને કેટલો પગાર મળે છે?
મુખ્ય પ્રધાન અને કેબિનેટ પ્રધાનોના હોદ્દાથી વિપરીત, નાયબ મુખ્ય પ્રધાન (ડેપ્યુટી સીએમ) નું પદ બંધારણીય પદ નથી. કોઈપણ રાજ્યમાં ડેપ્યુટી સીએમનું પદ રેન્કની દ્રષ્ટિએ કેબિનેટ મંત્રીના પદ જેટલું હોય છે અને ડેપ્યુટી સીએમને કેબિનેટ મંત્રી જેટલો જ પગાર અને ભથ્થાં મળે છે.
મહારાષ્ટ્રમાં ધારાસભ્યો અને મંત્રીઓના પગારમાં વધારો થયા બાદ ડેપ્યુટી સીએમને રાજ્યના મુખ્ય સચિવ જેટલો પગાર મળે છે જે લગભગ 2 લાખ 50 હજાર રૂપિયા છે. આ સિવાય ડેપ્યુટી સીએમને સુરક્ષા, મેડિકલ સુવિધાઓ, રહેણાંક સુવિધાઓ, વીજળી અને ફોનની સુવિધા પણ મળે છે. સામાન્ય રીતે ડેપ્યુટી સીએમને કોઈપણ કેબિનેટ મંત્રીની જેમ એક કે બે પોર્ટફોલિયો મળે છે.
ડેપ્યુટી સીએમ પદનું મહત્વ
કોઈપણ રાજ્ય સરકારમાં, સામાન્ય વહીવટ સિવાય, બે ટોચના વિભાગો – તકેદારી અને ગૃહ – સામાન્ય રીતે મુખ્યમંત્રી પાસે રહે છે. પ્રથમ વર્ગના અધિકારીઓની બદલી અને પોસ્ટિંગની સત્તા માત્ર મુખ્યમંત્રી પાસે છે.
પરંતુ ડેપ્યુટી સીએમને અન્ય કેબિનેટ મંત્રીની જેમ એક કે બે પોર્ટફોલિયો મળે છે. નાણામંત્રી ઉપરાંત તેમને કૃષિ, રમતગમત અને યુવા બાબતો, મહિલા અને બાળકોના વિભાગો મળી શકે છે. આ ઉપરાંત, મુખ્યમંત્રીની ગેરહાજરીમાં, નાયબ મુખ્યમંત્રી રાજ્યના વહીવટના વડા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે