ધોરાજીમાં લગ્નની લાલચ આપી હનીટ્રેપનો બનાવ રાજ્યમાં રોજ બરોજ ક્રાઈમની ઘટના વધી રહી હોય તેવા અવનવા કિસ્સાઓ સામે આવી રહ્યાં છે. રાજકોટના ધોરાજીમાં લગ્નની લાલચ આપી હનીટ્રેપનો બનાવ બન્યો છે. યુવાનને લગ્નની લાલચ આપી કન્યા બતાવી હતી, જે બાદમાં દુષ્કર્મના કેસમાં ફસાવવાની લાલચ આપી 4 લાખ રૂપિયા પડાવ્યા હતાં.
4 લાખ પડાવી લીધા હતા
અત્રે જણાવીએ કે, જે કેસમાં 2 મહિલા વચ્ચે બબાલ બાદ હત્યા થઇ હોય તેવો નકલી વીડિયો બતાવ્યો હતો. યુવક પાસેથી 16 લાખ રૂપિયાની માગણી બાદ 4 લાખ પડાવી લેવાયા હતાં, જેતપુરના જાહિદ હમીદ પઠાણ, નુરમા રફાઇ સામે ફરિયાદ નોંધાઈ હતી. નુરમાની ભત્રીજી તરીકે ઓળખ આપનાર યુવતીની ધરપકડ કરાઈ છે તેમજ તમામ આરોપીઓને ઝડપી લેવા પોલીસે તપાસ આદરી છે.

સાવધાન!
હનીટ્રેપના બનાવો વધી રહ્યાં છે. ગુજરાત રાજ્યમાં હનીટ્રેપનો શિકાર બનતા વ્યક્તિના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. વોટ્સએપ કે ફેસબુક જેવી વિવિધ સોશિયલ મીડિયા એપ પર મિત્રતા કેળવીને ક્રાઈમખોર સામાન્ય લોકોને તેમની જાળમાં ફસાવે છે. બાદમાં રૂપિયાની માંગણી કરે છે તેમજ વધુ પૈસા પડાવવા માટે બ્લેકમેઈલ પણ કરે છે. આ બાબતે પોલીસ પણ એલર્ટ રહેવા માટે અવાર નવાર માહિતી આપતી હોય છે
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે