Abhayam News
AbhayamNews

ફાયર NOC મુદ્દે સુનાવણી:-હાઈકોર્ટે સરકારને ઝાટકી..

ગુજરાતમાં ફાયર સેફ્ટીની અમલવારી મુદ્દે સુનાવણી શરુ થઈ છે. જેમાં અરજદારે રજુઆત કરી છે કે 15 મીટર સુધીની ફેક્ટરીઓને ફાયર સેફ્ટી NOC લેવાની જરૂરિયાત નહીં હોવાનું સરકારનું વલણ નેશનલ બિલ્ડિંગ કોડથી વિપરીત છે. કોર્ટે એડવોકેટ જનરલને સીધો સવાલ કર્યો હતો કે જે ઈમારતો પાસે ફાયર NOC કે BU નથી એમની સામે શું પગલાં લઈ રહ્યાં છો, જવાબદાર અધિકારીઓ સામે શું પગલાં લેશો?

ગત સુનાવણીમાં હાઇકોર્ટે કહ્યું હતું કે, તમે કહો છો કે અમે ધ્યાનમાં લીધું છે, તો છેલ્લાં 20 વર્ષથી શું કર્યું એ કહો ને? અમે કહીએ એટલે જ કાર્યવાહી કરવાની કે કોઇ PIL ન કરે ત્યાં સુધી કંઈ નહીં કરવાનું? તમારે આ બાબતે નાગરિકોની ભૂલ હોય તો તેમના પર પણ કાર્યવાહી કરો. સ્કૂલ ખૂલતાં પહેલાં એની ફાયર NOCની તપાસ કરો અને BU પરમિશન પણ છે કે નહીં એ તપાસો. તમામ હોસ્પિટલમાં ફાયર NOC ફરજિયાત જોઈએ. હાઇકોર્ટે વધુમાં કહ્યું, હોસ્પિટલને કહો કે હોસ્પિટલની બહાર એક બોર્ડ લગાવે કે અમારી જોડે ફાયર NOC નથી, પછી જુઓ કોણ એડમિટ થાય છે? આ બધી બાબત તમને સજેસ્ટ કરવા માટે અમારે કહેવું પડે છે, તમારી જોડે સારા ઓફિસર છે તો તેમની સલાહ લો અને આ બધી વ્યવસ્થા કરાવો.

હાઈકોર્ટ:BU ના હોય તો ફાયર NOC આપવાનો શુ અર્થ? ઠોસ પગલાં લેવાની જરૂર છે.

AMC:- હાલની આ સ્થિતિ અમારા કારણે ઉભી થઇ.

હાઈકોર્ટ: ટાઈમ ફ્રેમ નક્કી કરીને ઠોસ પગલાં લેવાનું શરૂ કરો. આ બાબતનો નિકાલ લાવો. 10 વર્ષ પછી પણ આવી જ પરિસ્થિતિ ન થાય એટલે હાલ આની વ્યવસ્થા કરો

અરજદારઃ9 મીટરની હોસ્પિટલની બિલ્ડીંગ છે. તેને NOCની જરૂર નથી. એમ એફિડેવિટમાં ઉલ્લેખ કર્યો છે. આ હોસ્પિટલ બિલ્ડીંગમાં તો ફાયર NOC હોવી જ જોઈએ.

હાઈકોર્ટ: હા તેઓને અમે કહ્યું છે કે એક ઠોસ પોલિસી બનાવે અને જવાબ રજૂ કરે

અરજદારઃ સુરતમાં 193 કોમર્શિયલ બિલ્ડીંગ પાસે NOC નથી. તક્ષશિલા અગ્નિકાંડમાં 22 લોકોએ જીવ ગુમાવ્યો હતો. છતાંય તે બિલ્ડીંગ અને બીજા અન્ય બિલ્ડીંગ સામે કાર્યવાહી નથી થતી.તેઓએ એફિડેવિટમાં તેનું કારણ બતાવ્યું છે કે કોવિડ મહામારી ચાલે છે એટલે તે કોમ્પ્લેક્સ બંધ છે. એટલે અમે કર્યાવહી નહીં કરીએ.

હાઈકોર્ટઃહા અમારા ધ્યાનમાં આ બાબત છે, અમે તેમને આ માટે ટકોર કરીશું.

હાઈકોર્ટઃવેલિડ બિલ્ડિંગ યુઝ પરમિશન વિનાની ઈમારતો સામે કડક કાર્યવાહી કરો, કાયદો હાથમાં લેનાર લોકોની સામે કાર્યવાહી થવી જ જોઈએ. તમે કાયદાને નજરઅંદાજ કરનાર સામે કાર્યવાહી કરો તેને કાયદાનું ભાન કરાવો.

હાઈકોર્ટઃ હવે બહુ થયું કાર્યવાહી કરો.દર વખતે તમે નોટિસ આપો છો. કંઈ કરતા નથી.1 વર્ષ પહેલા પણ તમે આ બધું ચેકીંગ કર્યું હતું. ત્યારબાદ પણ કોઈ એક્શન નથી લીધા. જવાબદાર અધિકારીઓની સામે પણ કોઈ કાર્યવાહી નથી કરી. આવું ક્યાં સુધી ચાલવાનું?

એડવોકેટ જનરલઃ અમે 1 વર્ષમાં ઘણું કામ કર્યું છે. દરેક જગ્યાએ સર્વે કરી ઓનલાઈન પોર્ટલ પર માહિતી મૂકી છે. ફાયર સેફટીની ટ્રેનિંગના પ્રોગ્રામ કર્યા છે અને હજી પણ કામ કરી રહ્યા છીએ.

હાઈકોર્ટઃ હવે તમારે જે એકશન લેવા હોય તે તાત્કાલીક લો. BU અને NOCને અલગ અલગ રીતે નહીં પરંતુ બને માટે કામ કરો. જેટલી NOC જરૂરી છે એટલી જ BU.4 સપ્તાહના સમયગાળામાં કોઈ ચોક્કસ પોલિસી લઈને આવો અને તેનું પાલન થાય એવું કરો.

એડવોકેટ જનરલઃ અમે 4 સપ્તાહમાં બધા ડેટા સાથે એફિડેવિટ રજૂ કરીશું. સાથે અમે જરૂરી કાર્યવાહી કરીશું. અને જવાબદાર અધિકારીની બેદરકારી સામે એકશન પણ લઈશું.

એડવોકેટ જનરલઃઆવી ઈમારતોના વીજળી, પાણી અને ગટરના કનેક્શન કાપવાના પગલા લેવા સુધીની તૈયારી છે. BUના હોય એવી બિલ્ડિંગ તોડી પાડવી કે સીલ કરવી પડે.

હાઇકોર્ટે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની ઝાટકણી કાઢતાં કહ્યું, માત્ર ખાનગી રહેણાક, ઉદ્યોગગૃહો અને કોમર્શિયલ બિલ્ડિંગની વિગતો પૂરતી નહીં હોય, સરકારી ઇમારતો અને સરકારી શાળાઓની ફાયર સેફ્ટી અંગેની વિગતો પણ તમારે રજૂ કરવી પડશે. હાઈકોર્ટે વધુમાં કહ્યું, તમે જ કહો છો કે તમામ બિલ્ડિંગને લગતી વિગતો ઘણાંબધાં સેંકડો પાનાંમાં હશે. એનો મતલબ એ છે કે તમારા અધિકારીઓએ કોર્ટના અગાઉના આદેશોનું પાલન કરવાની તસદી લીધી નથી. ગેરકાયદે વપરાશકર્તાઓ પાસે ટેક્સ ઉઘરાવો છો, તો શું તમને ખબર નથી કે બિલ્ડિંગ અસ્તિત્વમાં છે અને તેની જોડે બિલ્ડિંગ વપરાશની પરમિશન નથી?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

LDRP કોલેજના પરીક્ષા કેન્દ્ર બહાર કોરોના ગાઇડલાઇનના ઉડયા ધજાગરા …

Abhayam

ફક્ત આ લોકો જ થઈ શકશે યાત્રામાં સામેલ:-જગન્નાથ પુરીની રથયાત્રાને લઈને મોટો નિર્ણય

Abhayam

મોદી સરકાર પાસે રાજ્યોને GST વળતર ચુકવવા માટે પૈસા નથી ઉધાર લેશે આટલા અબજ ડોલર..

Abhayam