Hardik Pandya out of World Cup : ભારતમાં ચાલી રહેલા ક્રિકેટ વર્લ્ડ કપ વચ્ચે ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. વાત જાણે એમ છે કે, હાર્દિક પંડ્યા ઈજાના કારણે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. આ તરફ હવે હાર્દિક પંડ્યાની જગ્યાએ પ્રસિદ્ધ કૃષ્ણને ટીમ ઈન્ડિયાની ટીમમાં સામેલ કરવામાં આવશે.હાર્દિક પંડ્યા વર્લ્ડકપની બહાર
હાર્દિક પંડ્યા વર્લ્ડકપની બહાર
નોંધનીય છે કે, વર્લ્ડ કપમાં બાંગ્લાદેશ સામેની મેચમાં તે ઈજાગ્રસ્ત થયો હતો. તે મેચમાં પણ તે માત્ર ત્રણ બોલ જ ફેંકી શક્યો હતો. આ પછી ટીમ ઈન્ડિયા છેલ્લી ત્રણ મેચમાં તેના વિના રમી છે. હાર્દિકને પગની ઘૂંટીમાં ઈજા થઈ હતી અને તે પુનર્વસન માટે બેંગ્લોરની નેશનલ ક્રિકેટ એકેડમીમાં હતો.
ICCએ હાર્દિકને વર્લ્ડ કપમાંથી બાકાત રાખવાની પુષ્ટિ કરી છે. ભારતે હાલમાં લીગ રાઉન્ડમાં વધુ બે મેચ રમવાની છે. ટીમ ઈન્ડિયાનો સામનો 5 નવેમ્બરે દક્ષિણ આફ્રિકા અને 12 નવેમ્બરે નેધરલેન્ડ સામે થશે. ભારતીય ટીમ પણ સેમીફાઈનલ માટે ક્વોલિફાઈ થઈ ગઈ છે.
ICC ક્રિકેટ વર્લ્ડકપ 2023માં ભારતીય ટીમ શાનદાર પ્રદર્શન કરી રહી છે, ત્યારે ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ઈજાના કારણે ટૂર્નામેન્ટમાં નહીં રમી શકે છે. જાણકારી મુજબ હાર્દિક પંડ્યાની જગ્યાએ હવે ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણને ટીમ ઈન્ડિયાની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. બાંગ્લાદેશ સામેની મેચમાં હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત થયો હતો. હાર્દિક હજુ પણ ઈજામાંથી બહાર આવી શક્યો નથી.
19 ઓક્ટોબરે પુણેમાં બાંગ્લાદેશ સામે મેચ દરમિયાન બોલિંગ કરતી વખતે પંડ્યાને ડાબા પગની ઘૂંટીમાં ઈજા થઈ હતી. પહેલા એવી આશા હતી કે ભારતીય ટીમની છેલ્લી લીગ મેચ કે સેમીફાઈનલ કે ફાઈનલ પહેલા હાર્દિક ફિટ થઈ જશે, પરંતુ હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે તે વર્લ્ડ કપ 2023માં કોઈ મેચ નહીં રમે. તેમના સ્થાને પ્રસિદ્ધ કૃષ્ણાએ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે
1 comment
Comments are closed.