આ મહિલા તુર્કીની છે,અને હાલમાંજ ગિનિસ વર્લ્ડ રેકોર્ડ તેમના નામે નોધવામાં આવ્યો જેથી તે ખુશ છે.(the tallest woman in the world)
ગુજરાતી જાણવા જેવું(World Tallest Woman Rumeysa Gelgi story in Gujarati janva jevu), દુનિયામાં એવા ઘણા લોકો છે, જેની પોતાની અલગ-અલગ ખાસિયતો હોઈ છે. તાજેતરમાં, તુર્કીની એક મહિલાએ તેનું નામ ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાવ્યું છે. આ મહિલા વિશ્વની સૌથી ઉંચી મહિલા(World Tallest Woman) છે
ઘણી વખત મજાક ઉડાવાઈ છે
રુમેસા જણાવે છે, આટલી ઊંચાઈ હોવાને કારણે તેની મજાક ઉડાવાઈ છે, પરંતુ આ મજાકે તેને અંદરથી મજબૂત બનાવી નાખી છે. તેણે લોકોને જાગ્રત કરતાં જણાવ્યું હતું કે જો કોઈને ડિસઓર્ડર છે તો તે બીજા કરતાં અલગ છે અને તે લોકોને ડરવાની જરૂર નથી. હું પણ નાનપણથી અલગ છું. મારી ઊંચાઈ સામાન્ય કરતાં ઘણી વધારે છે, પરંતુ મને ખુશી છે કે મેં ઘણા વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા.
આ મહિલાની ઉચાઇ(height) 215.16cm એટલે કે 7 ફૂટ 0.7 ઇંચ છે. આ મહિલાની ઉચાઇ એક બીમારીના કારણે આટલી ઉચાઇ વધી છે. તેને વિવર સિન્ડ્રોમ નામની દુર્લભ બીમારી છે,જેથી તેની ઉચાઇમાં આટલો વધારો થયો છે. આ મહિલાનું નામ રૂમેસા ગેલ્ગી(Rumeysa Gelgi) છે.
મહિલાના નામે 3 નવા રેકોર્ડ
ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સ અનુસાર રુમેયસા પહેલાથી જ વિશ્વની સૌથી લાંબી મહિલા હતી, હવે તેણે મહિલાના સૌથી લાંબા હાથ ધરાવતી મહિલાનો રેકોર્ડ પણ બનાવ્યો છે. તેના જમણા હાથની લંબાઈ 24.93 છે જ્યારે તેના ડાબા હાથની લંબાઈ 24.26 સે.મી. તેનો બીજો રેકોર્ડ પણ હાથ સંબંધિત છે.
રૂમેસા ગેલ્ગી હાલમાં 24 વર્ષની છે. તે કહે છે કે હું જન્મથી અલગ હતી. મને હંમેશા લાગતું હતું કે મારામાં કેટલીક ખામીઓ છે. જો આપણે પુરુષોની વાત કરીએ તો તે પણ તુર્કીના છે. જેનું નામ સુલતાન કોસેનતે વિશ્વનો સૌથી ઉંચો જીવતો માણસ છે. તેમની લંબાઈ 8 ફૂટ 2.8 ઇંચ છે, આ એક અદભુત સંયોગ છે કે બંને ઉચા લોકો તુર્કીના છે.
રૂમેસા કહે છે કે, લોકો તેને ઘણો સપોર્ટ કરે છે. રસ્તા પર ચાલતી વખતે લોકો ચોક્કસપણે એક નજર તેમના પર નાખે છે. રૂમેનાને ચાલવા માટે વોકરની જરૂર પડે છે. તે ઘરે વ્હીલચેરનો ઉપયોગ કરે છે. રૂમેનાનો પરિવાર ખૂબ જ ખુશ છે.
જિનેટિક ડિસઓર્ડર વીવર સિન્ડ્રોમ એક દુર્લભ આનુવંશિક સ્થિતિ છે. તેમાં તમારા હાડકાની લંબાઈ સામાન્ય કરતા વધારે ઝડપથી વધે છે. તેના કારણે લોકોમાં વિચારવાની અને સમજવાની ક્ષમતા પણ ઘટે છે. તેનો ઈલાજ નથી. જોકે તેઓ સ્વસ્થ જીવન જીવી શકે છે.