પેટ્રોલ અને ડીઝલના ભાવવધારાથી એક તરફ પ્રજા પરેશાન છે અને સરકાર કોરાના મહામારીમાં આવકની જરૂરિયાતનું કારણ આપીને ઇંધણ પરનો ટેક્સ જોઇએ તેટલો ઘટાડતી નથી.
તાજેતરમાં સરકારે એક્સાઇઝ ડયૂટીમાં ઘટાડો કર્યો હતો અને કેટલીક રાજ્ય સરકારોએ વેટમાં રાહત આપવાને કારણે પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટયા છે, પરંતુ આ કિંમત પણ પ્રજાના ગજવાને પરવડે તેટલી નથી.
પેટ્રોલ અને ડીઝલમાંથી સરકાર કેટલાં રૂપિયાની કમાણી કરી રહી છે, તેવા એક સવાલનો સરકારે સંસદમા જવાબ આપ્યો હતો.
સરકારે કહ્યુ કે પેટ્રોલપરની એક્સાઇઝ ડયૂટીમાંથી લીટરે 27.90 રૂપિયા અને ડીઝલ પરની એક્સાઇઝ ડયૂટીમાંથી 21.80 રૂપિયાની કમાણી સરકારને થઇ રહી છે.
શિયાળૂ સત્રના પહેલા દિવસે પેટ્રોલ અને ડીઝલના ઉંચા ભાવની ગૂંજ ના પડઘા સંસદમાં પડ્યા હતા.
હકિકતમાં ઓલ ઇન્ડિયા તૃણમૂલ કોંગ્રેસની સાંસદ માલા રોયએ લોકસભામાં સરકારને સવાલ કર્યો કે પેટ્રોલ અને ડીઝલ પર લીટર દીઠ એક્સાઇઝના રૂપમાં સરકાર કેટલાં રૂપિયાની કમાણી કરે છે.
જેનો નાણાં મંત્રાલયે જવાબ આપતા કહ્યું હતું કે સરકાર પેટ્રોલમાં લીટરે 27.90 રૂપિયા અને ડીઝલમાં રૂપિયા 21.80 એક્સાઇઝ રૂપે કમાણી કરે છે.
પેટ્રોલમાંથી સરકારની કમાણી
બેઝીક એક્સાઇઝ ડયૂટી – 1.40 રૂપિયા પર લીટર
સ્પે. એડીશનલ એક્સાઇઝ ડયૂટી- 11 રૂપિયા પર લીટર
રોડ એન્ડ ઇન્ફ્રા સેશ- 13 રૂપિયા પર લીટર
કૃષિ સેશ 2.50 રૂપિયા પર લીટર
કુલ 27.90 રૂપિયા પર લીટર
ડીઝલ પર સરકારની કમાણી
બેઝીક એક્સાઇઝ ડયૂટી- 1.80 રૂપિયા પર લીટર
સ્પે,. એડીશનલ એક્સાઇઝ ડયૂટી-8 રૂપિયા પર લીટર
રોડ એન્ડ ઇન્ફ્રા સેશ – 8 રૂપિયા પર લીટર
કૃષિ સેશ- 4 રૂપિયા પર લીટર
કુલ- 21.80 રૂપિયા
પેટ્રોલ અને ડીઝલના ભાવ એટલી ઉંચાઇએ પહોંચી ગયા હતા કે જનતા પરેશાન થઇ ગઇ હતી અને દેશભરમાં ઇંધણના ભાવના નામે વિપક્ષોએ પણ બબાલ મચાવી હતી. પેટ્રોલ અને ડીઝલનો ભાવ બધા શહેરોમાં 100 રૂપિયાની ઉપર પાર કરી ગયો હતો.
તાજેતરમાં દિવાળીના તહેવાર પહેલાં કેન્દ્ર સરકારે એક્સાઇઝ ડયૂટીમાં થોડો ઘટાડો કરવાની અને રાજ્યોએ તેમના વેટમાં ઘટાડવાની જાહેરાતને કારણે પેટ્રોલ અને ડીઝલના ભાવ થોડા ઘટયા જરૂર છે, પરંતુ પેટ્રોલ-ડીઝલના ભાવવધારાની સાથે મોંઘવારી પણ વધવાને કારણે પ્રજા બેવડો માર ખાઇ રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે…
1 comment
Comments are closed.