ઇટાલીમાં અભ્યાસ કરવા ઇચ્છતા ભારતીય વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર. આજકાલ વિદેશ જઈને અભ્યાસ અને નોકરી કરવાની ઈચ્છા ઘણા લોકોમાં જોવા મળી રહી છે અને આવા લોકો માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે બુધવારે ભારત અને ઇટાલીની સરકારો વચ્ચે માઈગ્રેશન અને મોબિલિટી કરાર પર હસ્તાક્ષર કરવાના વિદેશ મંત્રાલયના પ્રસ્તાવને મંજૂરી આપી હતી.
આ કરાર અનુસાર ઇટાલીમાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓ તેમનું શિક્ષણ પૂર્ણ કર્યા પછી 12 મહિના સુધી ઇટાલીમાં રહી શકે છે. ઈટાલિયન પક્ષે નોન-સિઝનલ ભારતીય વર્કર્સ માટે અનામત ક્વોટા વધારીને 12,000 કર્યો છે. ચાલો જાણીએ કે આ કરારથી ભારતીયોને શું ફાયદો થશે…
ઇટાલીમાં અભ્યાસ કરવા ઇચ્છતા ભારતીય વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર.
આ કરાર હેઠળ, ભારતીય વિદ્યાર્થીઓને ઇટાલીમાં અભ્યાસ કર્યા પછી એક વર્ષ સુધી અસ્થાયી નિવાસની મંજૂરી આપવામાં આવશે, જે તેમને ઇટાલીમાં વિવિધ ક્ષેત્રોમાં અનુભવ મેળવવાની તક આપશે. આ સાથે, કામદારો માટે અનામત ક્વોટા પણ નક્કી કરવામાં આવ્યા છે, જે નોન-સિઝનલ અને સિઝનલ કામદારોને વિવિધ ક્ષેત્રોમાં કામ કરવાની તક આપશે.
આ કરાર લોકો-થી-લોકો સંપર્કો વધારશે, વિદ્યાર્થીઓ, કુશળ કામદારો અને વ્યવસાયોને પ્રોત્સાહન આપશે અને અનિયમિત સ્થળાંતર સંબંધિત મુદ્દાઓ પર બંને પક્ષો વચ્ચે સહકારને મજબૂત કરશે. આ પગલું ઇટાલીમાં કુશળ કામદારોની અછતને દૂર કરવામાં મદદ કરશે અને ભારતીય કામદારોને વિદેશમાં વધુ સારી રોજગારીની તકો પણ પ્રદાન કરશે. આ કરાર બંને દેશો માટે ફાયદાકારક માનવામાં આવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે