અમદાવાદમાં ઈલેક્ટ્રિક વાહન ચાલકો માટે ખુશ ખબર Electric Vehicle Charging Station : અમદાવાદમાં ઈલેક્ટ્રિક વાહન ચાલકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, અમદાવાદ શહેરમાં વધુ 12 ઈલેક્ટ્રિક વાહન ચાર્જિગ સ્ટેશન બનશે. આ સાથે શહેરમાં 3 ઈલેક્ટ્રક ચાર્જિગ સ્ટેશન ઝડપથી કાર્યરત થશે. મળતી માહિતી પ્રમાણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા આગામી મહિને આ તમામ ચાર્જિંગ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવશે.
કેન્દ્રની મોદી સરકાર અને ગુજરાત સરકાર દ્વારા ઇલેક્ટ્રિક વ્હીકલને પ્રોત્સાહન આપવા નવી EV પોલીસી તૈયાર કરવામાં આવી છે. આ તરફ આ પોલીસીને લઈ હવે ગુજરાત સહિત દેશભરમાં ઇલેક્ટ્રિક વાહનોમાં વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન હવે ઇલેક્ટ્રિક વાહનોના ચાર્જિંગ માટે અમદાવાદ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા PPP ધોરણે 12 જગ્યાએ ચાર્જિંગ સ્ટેશન બનાવવામાં આવ્યા છે. અહેવાલો મુજબ અત્યાર સુધી 9 ચાર્જિંગ સ્ટેશન બનીને તૈયાર થઈ ગયા છે જ્યારે બાકીના 3 આગામી દિવસોમાં ઝડપથી બનીને તૈયાર થઈ જશે.
અમદાવાદમાં ઈલેક્ટ્રિક વાહન ચાલકો માટે ખુશ ખબર
ક્યાં બનશે ચાર્જિંગ સ્ટેશન
- સિંધુભવન રોડ પર મલ્ટી લેવલ પાર્કિંગ
- નરોડા હરિદર્શન ક્રોસ રોડ
- કાંકરિયા મલ્ટીલેવલ પાર્કિંગ
- પ્રહલાદનગર ગાર્ડન પાસેના મલ્ટી લેવલ પાર્કિંગ
- ઇસનપુર ગોવિંદવાડી સર્કલ
- ગુજરાત વિદ્યાપીઠ પાસે ઈન્કમટેક્સ ફ્લાય ઓવરબ્રિજ
- નિકોલ-નરોડા રોડ રોઝ વેલી સ્કાય પાસે
- નારોલ ફ્લાયઓવર બ્રિજ નીચે
- CTM ફ્લાયઓવર બ્રિજ નીચે
- ચાંદખેડામાં ન્યુ CG રોડ
- મોટેરામાં કોટેશ્વર રોડ
- બાપુનગર ફ્લાયઓવર બ્રિજ નીચે
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે
1 comment
Comments are closed.