દીકરીઓને ઘરમાં એવું વાતાવરણ આપો કે તે ભાગીને લગ્ન ન કરે શહેરના જાસપુર ખાતે વિશ્વ ઉમિયાધામ ફાઉન્ડેશન દ્વારા સંસ્થાના ટ્રસ્ટીઓ, હોદ્દેદારો અને કાર્યકર્તાઓનું સ્નેહમિલનનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામ ફાઉન્ડેશનના પ્રમુખ આર.પી. પટેલે પાટીદાર સમાજમાંથી અન્ય સમાજમાં ભાગીને લગ્ન કરતી દીકરીઓ અંગે ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતું કે, આપણી દીકરીઓને ઘરમાં જ લાગણી અને હૂંફ મળે તેવું વાતાવરણ આપો જેથી તે અન્ય સમાજના યુવાનો સાથે ભાગી લગ્ન ન કરે. દીકરીઓને ઘરમાં એવું વાતાવરણ આપો કે તે ભાગીને લગ્ન ન કરે
ઘરમાં છૂટથી વાત કરી શકે તેવું વાતાવરણ આપો’
આ અંગેની મીડિયા સાથેની વાતચીતમાં વિશ્વ ઉમિયાધામ ફાઉન્ડેશનના પ્રમુખ આર.પી. પટેલે અનેક વાતો જણાવી છે. તેમણે કહ્યુ છે કે, હવે એ સમય આવી ગયો છે કે, દીકરીઓને એવું વાતાવરણ આપવાનું છે કે, તેઓ માતાપિતા સાથે છૂટથી વાતો કરી શકે. દીકરીને કોઇની સાથે પ્રેમ હોય કે તેને કોઇ વ્યક્તિ ધમકાવે છે તો તે ઘરે આવીને વાત કરી શકે. તેને એવો વિશ્વાસ અપાવવો પડશે કે, મને કોઇ મદદ કરશે કે નહીં પરંતુ મારો પરિવાર અને મારા સમાજની સંસ્થા આમાં મારી મદદ કરશે.
‘અસામાજિક તત્વો તેમને આવી જાળમાં ફસાવી દે છે’
આ સાથે તેમણે વધુમાં એમ પણ જણાવ્યુ કે, દીકરીઓ ભાગી જવાના કિસ્સા ગરીબ, મધ્યમ અને શ્રીમંત પરિવારોમાં બધાને આ બનાવો બનતા હોય છે. આ દીકરીઓને ટેમ્પરરી હુંફ મળે તેવા છોકરાઓ સાથે વાત કરવા લાગે છે અને તેને પછી લાગે છે કે, આ યુવાન જ મારા માટે સર્વસ્વ છે. અનેકવાર અસામાજિક યુવાનો તેમને આવી જાળમાં ફસાવી દે છે.
આ સાથે તેમણે જણાવ્યુ કે, જેથી આપણે ઘરનો માહોલ એવું બનાવવું જોઇએ કે, તે પોતાના ઘરમાં માતાપિતા સાથે કોઇપણ વાત કરી શકે. તેમા પછી પ્રેમની વાત હોય કે તેને ગમતા પાત્રની વાત હોય કે પછી તેનો અન્ય કોઇ પ્રશ્ન હોય. દીકરીઓને ઘરમાં જ હુંફ મળે તેના માટે દરરોજ રાતે ઘરસભા થવી જોઇએ. જેથી દીકરીને વાત કરવા માટેનું વાતાવરણ મળી શકે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે