ગિરનારની લીલી પરિક્રમા ના પડાવ ગિરનારની લીલી પરિક્રમાને લઇ તૈયારીઓ કરવામાં આવી રહી છે. જુદી જુદી જગ્યાએ પાણીનાં પોઇન્ટ ઉભા કરવામાં આવ્યાં છે. તેમજ ગિરનારની પરિક્રમા ચાર પડાવમાં પુરી થાય છે. જોકે હવે લોકો પરિક્રમા દરમિયાન રોકાણ ઓછું કરે છે.
જૂનાગઢ: ગિરનાર લીલી પરિક્રમા દેવ દિવાળી એટલે કે, કારતક સુદ-11થી પ્રારંભ થવા જઈ રહ્યો છે. ત્યારે લાખોની સંખ્યામાં આવતા ભાવિકો માટે જરૂરી પ્રાથમિક સુવિધાઓ ઉભી કરવામાં આવી છે
ગિરનારની લીલી પરિક્રમા ના પડાવ
આ માટે મોટાભાગની તૈયારીઓ જિલ્લા વહીવટી તંત્ર અને વન વિભાગ દ્વારા પૂર્ણ કરી દેવામાં આવી છે.
03
ગિરનાર પરિક્રમા રૂટ 36 કિમીનો છે. પરિક્રમા ચાર પડવામાં પુરી થઇ જાય છે. 36 કિમીની પરિક્રમમાં પ્રથમ પડવા 12 કિમીએ આવે છે.
04
તેમજ બીજો પડવા આઠ કિમીએ, ત્રીજો પડવા આઠ કિમીએ અને ચોથી પડવા આઠ કિમીએ ભાવનાથમાં આવે છે. તેમજ પરિક્રમાનાં પ્રારંભથી જુદી જુદી જગ્યાએ પાણીની વ્યવસાથ ઉભી કરવામાં આવી છે.
05
જેમા કાળકાનો વડલો, જીણાબાવાની મઢી, માળવેલાની ઘોડી, માળવેલાની જગ્યા, સુરજકુંડલની જગ્યા, સુરનાળા, નાગદેવતાના સ્થાનક પાસે, બોરદેવી ત્રણ રસ્તા અને બોરદેવીની જગ્યાએ પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે.
06
વન વિભાગ દ્વારા પરિક્રમા રૂટના માર્ગનું મરામત પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. સાથે જ પરિક્રમા રૂટ પર પરિક્રમાર્થીઓ માટે માર્ગદર્શક અને દિશા સૂચક સાઈન બોર્ડ મૂકવામાં આવ્યા છે.
07
જેમાં પ્લાસ્ટિક કચરો જંગલમાં ન ફેકવો, ડિટરજન્ટ કે સાબુનો ઉપયોગ કરીને કુદરતી જળ સ્ત્રોતને પ્રદૂષિત કરવું નહીં. ગિરનારની જૈવિક વિવિધતાનું રક્ષણ કરવું ઉપરાંત પાણી પોઈંટ કેટલા અંતરે આવેલા તેના બોર્ડ મૂકવામાં આવ્યા છે.
08
લીલી પરિક્રમા અભયારણ્ય વિસ્તારમાં થતી હોવાથી વન્ય સૃષ્ટિ અને પ્રકૃતિની વિશેષ કાળજી લેવી આવશ્યક છે. ખાસ કરીને લાખો ભાવિકો પરિક્રમા અર્થે આવે ત્યારે કચરાનો યોગ્ય નિકાલ થાય તે ખૂબ જરૂરી છે.
09
આ માટે પરિક્રમાના રૂટ પર ઠેર-ઠેર મોટી કચરા પેટી લગાવવામાં આવી છે. પરિક્રમાના રૂટ ઉપર રાવટીઓ ઉભી કરવાની સાથે પાણી ટાંકીઓ મૂકવામાં આવી છે. તેમજ લાઇટ સહિતની જરૂરી સુવિધાઓ ઉભી કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે……