ચૂંટણી પૂર્ણ થતા જ વધ્યા ગેસના ભાવ દેશના 5 રાજ્યોમાં કાલે વિધાનસભા ચૂંટણી પુરી થઈ ગઈ અને આજથી એલપીજી સિલિન્ડરના ભાવ વધી ગયા છે. આ વધારો 19 કિલોગ્રામ વાળા કોમર્શિયલ ગેસ સિલિન્ડર પર થયો છે અને તેના રેટમાં 21 રૂપિયા પ્રતિ સિલિન્ડરનો વધારો કરવામાં આવ્યો છે.
આજે 1 ડિસેમ્બર 2023થી તમને રાજધાની દિલ્હીમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડર માટે 1796.50 રૂપિયા ચુકવવા પડશે જ્યારે તેના ગયા મહિને એલપીજી ગેસના ભાવ 1775.50 રૂપિયા પ્રતિ સિલેન્ડર પર હતા.
રાંધણ ગેસ સિલિન્ડરના ભાવમાં નથી ફેરફાર
સબ્સિડી વાળા 14.2 કિલોગ્રામ વાળા ઘરેલુ રાંધણ ગેસના ભાવમાં કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યો. સામાન્ય રાંધણ ગેસ સિલિન્ડર ગ્રાહકોને રાહત મળી છે અને ગેસના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. તો જાણો ઓયલ માર્કેટિંગ કંપનીઓએ આજથી કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવ કેટલા વધાર્યા છે.ચૂંટણી પૂર્ણ થતા જ વધ્યા ગેસના ભાવ
જાણો તમારા શહેરમાં શું છે ગેસ સિલિન્ડરના ભાવ
- દિલ્હી-1796.50 રૂપિયા
- કલકત્તા- 1908.00 રૂપિયા
- મુંબઈ- 1749.00 રૂપિયા
- ચેન્નાઈ- 1968.50 રૂપિયા
ગયા મહિને 100 રૂપિયા મોંઘો થયો હતો કોમર્શિયલ ગેસ સિલિન્ડર
ગયા મહિને પહેલી તારીખે એટલે કે 1 નવેમ્બરે પણ એલપીજી સિલિન્ડરના ભાવમાં 100 રૂપિયાથી વધારેનો વધારો થયો હતો. એલપીજીના ભાવ 19 કિગ્રાવાળા કોમર્શિયલ ગેસ સિલિન્ડર પર વધ્યા હતા.
1 ઓક્ટોબરે એલપીજીના ભાવ 1731.50 રૂપિયા હતા જ્યારે 1 નવેમ્બરે તેના રેટ 101.50 રૂપિયા મોંઘો થયો હતો અને આ 1833 રૂપિયા પ્રતિ સિલિન્ડર થઈ ગયો હતો. ત્યાર બાદ 16 નવેમ્બરે કોમર્શિયલ ગેસના ભાવ ઓછા થયા હતા અને આ 57.05 રૂપિયા સસ્તો થઈને 1775.50 રૂપિયા પર આવી ગયો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે