આજથી ગુજરાતના આ શહેરમાં 150 ફૂટ રીંગ રોડ પર ભારે વાહનને ‘નો એન્ટ્રી’ આજથી રાજકોટમાં 150 ફૂટના રીંગ રોડ પર ખાનગી બસના પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. એટલે કે હવેથી સવારના 8થી રાતના 9 વાગ્યા સુધી 150 ફૂટના રીંગ રોડ પર લક્ઝરી બસ કે ભારે વાહનો પ્રવેશ નહીં કરી શકે. આ અંગે રાજકોટ પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
તમને જણાવી દઇએ કે, પાંચ મહિના અગાઉ પણ 150 ફૂટ રિંગ રોડ પર ખાનગી બસને દિવસ દરમિયાન પ્રવેશ પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું હતું પરંતુ બસ પાર્ક માટે માલિકી દસ્તાવેજ અથવા માલિકી સહમતિ રજૂ કરવાની શરતે અગાઉ જાહેરનામું અટકાવી દેવાયું હતું. જોકે આ માલિકી દસ્તાવેજ રજૂ ન કરાતા અંતે જાહેરનામું લાગી કરી દેવાયું છે. જે અંતર્ગત માધાપર ચોકડીથી ગોંડલ ચોકડી સુધી એક પણ લક્ઝરી બસને પ્રવેશ નહીં મળે. આ જાહેરનામામાં મીની બસને છૂટછાટ આપવામાં આવી છે.
આજથી ગુજરાતના આ શહેરમાં 150 ફૂટ રીંગ રોડ પર ભારે વાહનને ‘નો એન્ટ્રી’
આ મુદ્દે રાજકોટ ટ્રાવેલ્સ સંચાલકના પ્રમુખ દશરથસિંહ વાળાએ નિવેદન આપતા જણાવ્યું કે, ‘આ તો બસ સંચાલકોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યાં છે. ખાનગી બસના પ્રવેશના પ્રતિબંધથી રીક્ષા ચાલકો લૂંટ ચલાવશે. બસના પ્રવેશ પરના પ્રતિબંધ મુદ્દે પોલીસ અને વાહન વ્યવહાર મંત્રીને અમે રજૂઆત કરીશું.’
જ્યારે 150 ફૂટના રીંગ રોડ પર ખાનગી બસના પ્રવેશ પર પ્રતિબંધ મુદ્દે શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવએ સ્પષ્ટતા કરતા કહ્યું કે, ‘ટ્રાફિક સમસ્યા સર્જાતી હોવાથી આ નિર્ણય લેવાયો છે. બસ સંચાલકો મુખ્ય રોડ પર બસ પાર્કિંગ કરતા હતા. આથી રોડ પર બસ પાર્ક કરાતા ટ્રાફિકની સમસ્યા સર્જાતી હતી. આથી ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ અંગે પોલીસ કામ કરી રહી છે. ટ્રાફિક સમસ્યા હળવી કરવા પોલીસ આ નિર્ણયો લઈ રહી છે.’
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે