મધ્યપ્રદેશનાં પૂર્વ CM શિવરાજ સિંહ ચૌહાણ ખુશખુશાલ મધ્યપ્રદેશનાં પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે મંગળવારે ભારતીય જનતા પાર્ટીનાં અધ્યક્ષ જે.પી.નડ્ડા સાથે મુલાકાત કરી હતી. શિવરાજ સિંહે મુલાકાતનાં એક કલાક બાદ એક ફોટો શેર કરી જેમાં તેઓ સ્મિત કરતાં દેખાયા. શિવરાજે આ ફોટોનાં કેપ્શનમાં લખ્યું- સેવા જ સંકલ્પ છે. જો કે શિવરાજે મીટિંગ બાદ પોતાની જવાબદારીને લઈને કોઈ સ્પષ્ટ જવાબ નથી આપ્યો પણ સંકેત જરૂરથી આપ્યાં છે.
જે.પી. નડ્ડા સાથે મુલાકાત
તેમણે કેપ્શનમાં લખ્યું કે,’ આજે નવી દિલ્હીમાં ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ માનનીય શ્રી જગત પ્રકાશ નડ્ડાજી સાથે મુલાકાત કરી. આ દરમિયાન રાષ્ટ્ર ઉત્થાન, લોક કલ્યાણ અને જનસેવાનાં વિષયમાં ચર્ચા થઈ. સેવા જ સંકલ્પ છેનાં ધ્યય માટે ભાજપાનાં અમે તમામ કાર્યકર્તાઓ સમર્પિત છીએ..’મધ્યપ્રદેશનાં પૂર્વ CM શિવરાજ સિંહ ચૌહાણ ખુશખુશાલ
‘રાજ્યમાં પણ રહેશું કેન્દ્રમાં પણ’
મુલાકાત બાદ શિવરાજે પત્રકારો સાથેની વાતચીત દરમિયાન કહ્યું કે,’ એક પાર્ટીનાં કાર્યકર્તા તરીકે તેમના માટે જે પણ ભૂમિકા નક્કી કરવામાં આવશે તેઓ એ જ કરશે.’ શિવરાજ સિંહને જ્યારે પૂછવામાં આવ્યું કે,’ તેઓ કેન્દ્રમાં કામ કરશે કે રાજ્યમાં તો તેમણે સ્મિત સાથે કહ્યું કે જે પાર્ટી નક્કી કરશે, અમે રાજ્યમાં પણ રહેશું કેન્દ્રમાં પણ રહેશું. ‘ જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તેઓ શું ઈચ્છે છે ત્યારે શિવરાજે હસતા-હસતા કહ્યું કે હું મારા વિશે નથી વિચારતો. જે પોતાના વિશે વિચારે છે તે સારો માણસ નથી હોતો. જ્યારે તમે મોટા મિશન માટે કામ કરો છો તો પાર્ટી નક્કી કરે છે કે તમે શું કામ કરશો.’
શિવરાજ સિંહે વારંવાર દિલ્હી આવવાનાં સંકેત આપ્યાં
શિવરાજે કહ્યું કે હવે તેમને ભારત સંકલ્પ યાત્રામાં સામેલ થવું છે અને દક્ષિણનાં રાજ્યોમાં જવા માટે પણ કહેવામાં આવશે. જો કે તેમણે એ વાતનું ખંડન કર્યું કે તેમને દક્ષિણની કોઈ જવાબદારી સોંપવામાં આવી છે. નડ્ડા સાથે મુલાકાત બાદ શિવરાજે કહ્યું કે ભાજપ વિધાયક દળની બેઠકમાં જોડાવા માટે તેઓ ભોપાલ પાછા જશે. તેમણે કહ્યું કે હું આ જે પાછો વળીશ અને ફરી પાછો આવીશ. પાછો આવીશ અને તમને વારંવાર મળતો રહીશ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે