ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું કદ ધીમે-ધીમે વધી રહ્યું છે. થોડા દિવસ પહેલા પ્રદેશ યુવા પ્રમુખ તરીકે મહિપતસિંહ ચૌહાણની નિયુક્તિ કરવામાં આવી હતી. આ નિયુક્તિ બાદ પ્રદેશ દ્વારા મહિપતસિંહને કોઈ પણ કાર્યક્રમ કરવા માટે અને જિલ્લામાં જવા માટે પાર્ટી અને જિલ્લા પ્રમુખની મંજૂરી લેવાનું કહેવામાં આવતા મહિપતસિંહ ચૌહાણે પોતાનું રાજીનામું આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયાને ધરી દીધું છે.
મહિપતસિંહ ચૌહાણે એવું પણ કહ્યું હતું કે, હું બનાસકાંઠાના દાંતામાં કાર્યક્રમ કરવા માટે જાવ અને યુવાનોને આમ આદમીમાં પાર્ટીમાં જોડુ તેનાથી પાર્ટીને શું પ્રોબ્લેમ હોય. મહિપતસિંહે આ કારણને લઇને રાજીનામું ધરી દેતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે. આમ આદમી પાર્ટી એક તરફ કાર્યક્રમો કરીને લોકોને પોતાની સાથે જોડી રહી છે અને બીજી તરફ પ્રદેશ યુવા પ્રમુખનું રાજીનામું પડતા AAPને મોટો ફટકો પડી શકે છે. મહિપતસિંહ ચૌહાણ સરકારી અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો દ્વારા કરવામાં આવતા કૌભાંડને સોશિયલ મીડિયા પર ઉજાગર કરે છે અને તેથી તેની લોક પ્રીયતા ઉત્તર ગુજરાતમાં ખૂબ જ વધારે છે…
મહિપતસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, થોડા સમય પહેલા જ મેં મારા રાજનૈતિક કરિયરની શરૂઆત કરી હતી. મેં કહ્યું હતું કે, રાજનીતિમાં આવ્યો છું અને યુવાનોને રાજનીતિમાં લાવવા માટે કામ કરવાનું છે. જેના માટે જ મેં આમ આદમી પાર્ટી પણ જોઈન કરી. ત્યારબાદ પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયાએ મને યુવા પ્રમુખનું પદ પણ આપ્યું. હું હમેશા તેમનો આભારી રહીશ. વાત એવી થઇ રહી છે કે, હું જે વિચાર લઇને રાજનીતિમાં આવ્યો હતો કે, યુવાનોનો અને વધુમાં વધુ લોકોને રાજનીતિમાં જોડીએ. આપણો પ્રયત્ન એ હતો કે, ઝીરો પાર્ટી એટલે કે જે પાર્ટી વિકાસ તરફ આગળ વધી રહી છે તેને ટોપ પર પહોંચાડીએ અને આ હેતુથી જ મેં કામ કર્યું હતું. દુઃખ એક જ વાતનું છે કે, મારે જે રીતે કામ કરવું છે તે રીતે હું કામ ન કરી શક્યો.
મહિપતસિંહ ચૌહાણે વધુમાં જણાવ્યું હતું કે, મેં ગઈ કાલે જાહેરાત કરી હતી કે, હું દાતામાં આવી રહ્યો છું કે, આમ આદમી પાર્ટીનો કાર્યક્રમ કરવા માટે અને ત્યાં 200 કરતા વધુ લોકો જોડાવાના છે. આં પોસ્ટ મેં મૂકી હતી અને સાંજે 7 વાગ્યે મને પ્રદેશમાંથી ફોન આવ્યો કે, મહિપતસિંહ તમારે એ કાર્યક્રમમાં જવાનું નથી. ઝોન પ્રમુખ પણ ફોન પર લાઈન પર હતા, તેમણે કહ્યું હતું કે, આ પ્રોટોકોલ વિરુદ્ધનું છે જિલ્લાની આને જાણ નથી. પ્રદેશને પણ આની જાણ નથી. એટલે તમારે કાર્યક્રમ કરવા માટે પાર્ટીને પૂછીને કરવા આ પાર્ટીનો પ્રોટોકોલ છે અને દરેક પાર્ટીનો પ્રોટોકોલ હોય જ છે. મારી સીસ્ટમ એવી છે કે, હું પ્રોટોકોલની અંદર માનનારો વ્યક્તિ નથી. મને કદાચ એવું કહેવામાં આવે છે કે, મારે કોઈ જિલ્લામાં જવું હોય તો જિલ્લા પ્રમુખ પાસેથી મંજૂરી લેવાની, ત્યાના પ્રમુખ મંજૂરી આપે, તારીખ આપે પછી જિલ્લામાં મારે પગ મૂકવાનો અને પછી કાર્યકરોને જોડવા. આ પદ્ધતિ મને ફીટ થાય તેમ નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે…