Abhayam News
AbhayamGujarat

ઈયરફોન કે હેડફોન ? 

Earphones or headphones?

ઈયરફોન કે હેડફોન ?  ઇયરફોન અને હેડફોનને લઈને લોકોમાં ઘણીવાર ચર્ચા થતી રહે છે. ઘણા લોકો ઈયરફોનને કાન માટે સુરક્ષિત માને છે, જ્યારે મોટી સંખ્યામાં લોકો હેડફોનનો ઉપયોગ કરવાનું પસંદ કરે છે. હવે સવાલ એ છે કે આ બેમાંથી કઈ વસ્તુ કાન માટે વધારે સારી કે સારુ છે.

Earphones or headphones?

ઈયરફોન કે હેડફોન ? 

આ ટેકનોલોજીનો યુગ છે. આપણી પેઢી પણ ગેજેટ ફ્રેન્ડલી જનરેશન છે, આવી સ્થિતિમાં લેટેસ્ટ ગેજેટ્સનો ઉપયોગ કરવો સ્વાભાવિક છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ ગેજેટ્સ આપણા જ શરીર અને સ્વાસ્થ્ય માટે નુકસાન કરી શકે છે અને આપણા સૌની બોડી અને સ્વાસ્થ્ય પર તેની ખરાબ અસરો થાય છે ખરેખર, નિષ્ણાતો કહે છે કે ગેજેટ્સનો વધુ પડતો ઉપયોગ આપણને તેના આદી અને શારીરિક અને માનસિક રીતે નુકસાન પહોચાડે છે. આજે જેનો સૌથી વધુ ઉપયોગ થતો હોય તે છે ગીતો સાંભળવા માટે ઈયર ફોન કે હેડફોન.

ગીતો સાંભળવાથી લઈને કોઈ ઓનલાઈન મીટીંગમાં હોય આપણે સૌ ઈયરફોન કે હેડફોનનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ આ બંને આપણા માટે જોખમી છે.

Earphones or headphones?

ઈયરફોન અને હેડફોનમાં શું વધારે સારુ?

વાસ્તવમાં, આ બંનેનો વધુ પડતો ઉપયોગ સાંભળવાની ક્ષમતા પર અસર કરે છે. પરંતુ આવી સ્થિતિમાં લોકોના મનમાં વારંવાર પ્રશ્ન થાય છે કે ઈયર ફોન અને હેડ ફોન બન્ને માંથી શું વધુ સુરક્ષિત છે, તો ચાલો જાણીએ. વાસ્તવમાં ઇયરફોન હોય કે હેડફોન, બંને આપણા કાનને નુકસાન પહોંચાડે છે, પરંતુ જ્યારે બેમાંથી એકને પસંદ કરવાની વાત આવે છે, ત્યારે આપણે હેડફોન પસંદ કરવું જોઈએ. તેની પાછળ ઘણા કારણો છે.

ઇયરફોન અને હેડફોનને લઈને લોકોમાં ઘણીવાર ચર્ચા થતી રહે છે. ઘણા લોકો ઈયરફોનને કાન માટે સુરક્ષિત માને છે, જ્યારે મોટી સંખ્યામાં લોકો હેડફોનનો ઉપયોગ કરવાનું પસંદ કરે છે. હવે સવાલ એ છે કે આ બેમાંથી કઈ વસ્તુ કાન માટે વધુ ફાયદાકારક છે?

ઈયરફોનથી કાનને શું નુકસાન?

  • હેડફોન ઇયરફોન કરતાં વધુ સારા છે કારણ કે તે ઇયરફોનની જેમ કાનની અંદર જતા નથી, પરંતુ કાનને બહારથી ઢાંકે છે. જ્યારે કેનાલની અંદર ઈયરફોન નાખવામાં આવે છે, જેના કારણે કાનમાં હાજર મેલ કાનમાં ઊંડે સુધી જવાને કારણે કાનમાં બ્લોકેજ થવાનું જોખમ રહે છે.
  • હેડફોન કરતાં ઇયરફોન આપણા કાનને અનેકગણી વધુ ખરાબ અસર કરે છે. ઈયરફોનની સીધી અસર આપણા કાનના પડદા પર પડે છે. આવી સ્થિતિમાં, વોલ્યુમ જેટલું વધારે છે, તે આપણા કાનને વધુ નુકસાન પહોંચાડશે.
  • હેડફોન્સની સરખામણીમાં ઈયરફોન પહેરવાથી ઈયર ઈન્ફેક્શનનું જોખમ પણ વધી જાય છે. તેની પાછળનું કારણ છે કાન બંધ થયા પછી તેમાં રહેલ ભેજ. આવી સ્થિતિમાં હેડફોન વધુ સારો વિકલ્પ છે.
Earphones or headphones?

આજકાલ મોટાભાગના લોકો ઈયરફોન કે હેડફોનનો ઉપયોગ કરે છે. આ બંને વસ્તુઓનો વધુ પડતો ઉપયોગ કાન માટે જોખમી માનવામાં આવે છે. દરરોજ કલાકો સુધી ઈયરફોન કે હેડફોનનો ઉપયોગ કરવાથી કાનને નુકસાન થાય છે અને બહેરાશનું જોખમ વધી જાય છે. આવી સ્થિતિમાં, ડોકટરો હંમેશા લોકોને ઓછામાં ઓછા થોડા સમય માટે ઇયરફોન અથવા હેડફોનનો ઉપયોગ કરવાની સલાહ આપે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

Aadhaar Card ને તમે જાતે કરી શકો છો લોક

Vivek Radadiya

આ શહેરની હોસ્પિટલ પર મિસાઇલ એટેક બે ડૉક્ટરો સહિત આટલા લોકોના મોત..

Abhayam

વધુ એક IPOએ લોકોને કર્યા માલામાલ 

Vivek Radadiya