રાજ્યમાં 14 જીલ્લાઓમાં સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનનું ઈ-લોકાર્પણ કરાયું ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા રાજ્યમાં બનતી સાયબર ક્રાઈમની ઘટનાઓને લઈ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યનાં ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા તા. 30 અને 31 ડિસેમ્બર દરમ્યાન દાહોદ, ખેડા, નર્મદા, મહિસાગર, તાપી-વ્યારા, ડાંગ આહવા, મોરબી, દેવભૂમિ દ્વારકા, છોટાઉદેપુર, અરવલ્લી, પાટણ, બોટાદ, ગીર સોમનાથ, સુરેન્દ્રનગ્ર નગર મળી
રાજ્યમાં 14 જીલ્લાઓમાં સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનનું ઈ-લોકાર્પણ કરાયું
સમગ્ર રાજ્યનાં અલગ અલગ સ્થળનાં 14 સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનનો ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આધુનિક ટેકનોલોજીથી સજ્જ નવીન સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનો દ્વારા પોલીસ વધુ ઝડપતી અને ચોકસાઈથી કાર્ય કરીને પીડિતોની મદદ કરી શકશે. સાયબર ક્રાઈમ હેલ્પલાઈ નંબર 1930 પણ જાહેર કરાયો હતો.
આરોગ્યલક્ષી કાર્યોનું ઈ-લોકાર્પણ કર્યું તાજેતરમાં જ ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા અદ્યતન બસ સ્ટેન્ડ, સંપૂર્ણ સુવિધાથી સજ્જ પોલીસ આવાસો, નવીન પોલીસ સ્ટેશનનાં મકાન, તેમજ નવીન 50 એસટી બસ તેમજ વિવિધ આરોગ્યલક્ષી કાર્યોનું ઈ લોકાર્પણ કર્યા હતા.
પ્રધાનમંત્રી આવાસ યોજનાનાં 667 આવાસોનો ડ્રો કરવામાં આવ્યો
તેમજ પીએમ સ્વનિધિ યોજનાનાં લાભાર્થીઓને 57 કરોડથી વધુ લાભો અપાયા હતા. તેમજ પ્રધાનમંત્રી આવાસ યોજનાનાં 667 આવાસોનો ડ્રો કરવામાં આવ્યો હતો. તેમજ ડેસર તાલુકાનાં નવા શિહોરા ગામે ભારત સંકલ્પ યાત્રાાં સહભાગી થઈ રૂા. 2.73 કરોડનાં આરોગ્યલક્ષી પ્રોજેક્ટનો ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કરાવ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે