Abhayam News
Abhayam

ડાયનેમિક બોન્ડ મ્યુચ્યુઅલ ફંડ્સ શું છે?

ડાયનેમિક બોન્ડ

ડાયનેમિક બોન્ડ મ્યુચ્યુઅલ ફંડ્સ ઓછા રિસ્ક લેવાની ક્ષમતા ધરાવતા ઈન્વેસ્ટર્સ ડેટ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરે છે. ડેટ ફંડ કેટેગરીમાં આવતા એક ડઝનથી વધારે મ્યુચ્યુઅલ ફંડ્સ છે, જેમાંથી અડધા લોન્ગ ટર્મ માટેના છે. આજે આપણે ડાયનેમિક મ્યુચ્યુઅલ ફંડ્સ વિશે માહિતી મેળવીશું. આ તમામ સમયગાળામાં રોકાણ કરવા માટે ફરજિયાત સ્કીમ છે.

ઈન્વેસ્ટર્સને પોર્ટફોલિયોમાં ડાયવર્સિફિકેશન લાવવા માટે ઇક્વિટીની સાથે ડેટ સિક્યોરિટીઝમાં ઈન્વેસ્ટ કરવાની સલાહ આપવામાં આવે છે. જેઓ રૂપિયા કમાવવાના હેતુથી રોકાણ કરે છે, તેમનો સૌથી પહેલો ટાર્ગેટ ઈક્વિટી પસંદ કરવાનો હોય છે. પરંતુ ઓછા રિસ્ક લેવાની ક્ષમતા ધરાવતા ઈન્વેસ્ટર્સ ડેટ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરે છે.

ડેટ ફંડ કેટેગરીમાં આવતા એક ડઝનથી વધારે મ્યુચ્યુઅલ ફંડ્સ છે, જેમાંથી અડધા લોન્ગ ટર્મ માટેના છે. આજે આપણે ડાયનેમિક મ્યુચ્યુઅલ ફંડ્સ વિશે માહિતી મેળવીશું. આ તમામ સમયગાળામાં રોકાણ કરવા માટે ફરજિયાત સ્કીમ છે.

ડાયનેમિક બોન્ડ્સ શું છે?

ડાયનેમિક બોન્ડ ફંડ એ એક ડેટ મ્યુચ્યુઅલ ફંડ છે, જે સમગ્ર સમયગાળા દરમિયાન રોકાણ કરે છે. તે વ્યાજદરની અપેક્ષાઓ અનુસાર પોર્ટફોલિયોમાં સિક્યોરિટીઝના સમયગાળામાં ફેરફાર કરે છે. જો વ્યાજદરો નીચે આવવાની શક્યતા હોય, તો અવધિ વધારવામાં આવે છે અને જો વ્યાજદરોમાં વધારો થાય છે, તો મુદત ઘટાડવામાં આવે છે.

ડાયનેમિક બોન્ડ મ્યુચ્યુઅલ ફંડ કેટેગરી હેઠળ કુલ 22 સ્કીમ

AMFI ડેટા અનુસાર, 30 સપ્ટેમ્બર, 2023 સુધીમાં ડાયનેમિક બોન્ડ મ્યુચ્યુઅલ ફંડ કેટેગરી હેઠળ કુલ 22 સ્કીમ ચાલે છે. તેના સંચાલન હેઠળ કુલ AUM 30,470 કરોડ રૂપિયા છે. 1 વર્ષ પહેલા 30 સપ્ટેમ્બર, 2022ના આંકડા મૂજબ કુલ 22,083 કરોડ રૂપિયાની AUM રકમ સાથે 24 યોજનાઓ હતી.

જાણો શા માટે રોકાણ કરવું જોઈએ

1. ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ હોવાથી, આ બોન્ડ ઇક્વિટી ઇન્સ્ટ્રુમેન્ટ કરતા વધારે સુરક્ષિત છે. જો કે તેમાં મળતું રિટર્ન પ્રમાણમાં ઓછું હોય છે, પરંતુ તેને સુરક્ષિત રોકાણ ગણવામાં આવે છે.

2. નાણાકીય સલાહકારો ઘણીવાર ઈન્વેસ્ટર્સને તેમના રોકાણમાં જુદી-જુદી સંપત્તિ વર્ગો એટલે કે ઇક્વિટી અને ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં ડાયવર્સિફિકેશન લાવવા કહે છે.

3. ડાયનેમિક બોન્ડ એ જુદી-જુદી અવધિના ડેટ ઇન્સ્ટ્રુમેન્ટનું મિશ્રણ છે અને વ્યાજદરની શક્યતાઓ અનુસાર પોર્ટફોલિયોમાં સિક્યોરિટીઝની મુદતમાં ફેરફાર કરે છે.

ડાયનેમિક બોન્ડ

એક કેટેગરીના રૂપમાં ડાયનેમિક બોન્ડે ઓછું રિટર્ન આપ્યું છે. મોર્નિંગ સ્ટારના ડેટા અનુસાર છેલ્લા 1 વર્ષમાં એવરેજ રિટર્ન વળતર 5.69 ટકા રહ્યું છે. જો છેલ્લા બે વર્ષની વાત કરીએ તો તે 4.10 ટકા અને છેલ્લા ત્રણ વર્ષમાં 4.07 ટકા રહ્યુ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

ચીની આફત સામે અમદાવાદ સિવિલ સજ્જ

Vivek Radadiya

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ડાયમંડ બુર્સનું ઉદ્દઘાટન થશે

Vivek Radadiya

રાજકોટમાં ભાજપના કાર્યકર્તા સામે નોંધાઈ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ…

Abhayam