દાદર સ્થિત શિવાજી પાર્કમાં શિવસેનાના બંને જૂથ વચ્ચે દશેરા રેલી યોજવાને મુદ્દે વિવાદ મુંબઈ હાઈ કોર્ટમાં પહોંચ્યો છે, જેની પર હવે શુક્રવારે ફેંસલો આવી શકે છે. શુક્રવારે સવારના સત્રમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. અરજદાર ઠાકરે જૂથ વતી વરિષ્ઠ કાનૂની નિષ્ણાત અસ્પી ચિનોયે અરજીમાં સુધારો કરવા માટે સમય માગ્યો હતો. આથી કોર્ટે સુનાવણી શુક્રવાર પર મોકૂફ રાખી છે. આ અરજીની સુનાવણી જસ્ટિસ આર. ડી. ધાનુકા અને જસ્ટિસ કમલ કાથાની ખંડપીઠ સમક્ષ થશે.
ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray)ને શિવાજી પાર્ક ખાતે ‘દશેરા રેલી’ માટે હાઈકોર્ટ તરફથી મંજૂરી મળી ગઈ છે. તે જ સમયે, એકનાથ શિંદે (Eknath Shinde) જૂથને બોમ્બે હાઈકોર્ટ(Bombay High Court) થી મોટો ઝટકો લાગ્યો છે. હાઈકોર્ટે એકનાથ શિંદે જૂથ વતી દાદરના ધારાસભ્ય સદા સરવણકરની અરજી ફગાવી દીધી છે. પોતાને મૂળ શિવસેના ગણાવતા સદા સરવણકરે દશેરા રેલીની માગણી કરી હતી અને ઉદ્ધવ ઠાકરેની અરજીમાં હસ્તક્ષેપ કર્યો હતો.
ધનીય છે કે ઠાકરે અને શિંદે જૂથ વચ્ચે દશેરા રેલી શિવાજી પાર્કમાં યોજવાને મામલે લડાઈ ચાલી રહી છે. શિવસેનામાં આંતરિક વિદ્રોહ પછી શિંદે જૂથે પક્ષ સાથે પક્ષના ચિહન પર પણ દાવો કર્યો છે. હવે શિંદે જૂથ શિવસેનાની દશેરા રેલીને પણ હાઇજેક કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ તમામ ઘટનાક્રમ સામે ઉદ્ધવ જૂથે કોર્ટનાં દ્વાર ખખડાવ્યાં છે.
બીજી બાજુ ઠાકરે જૂથના તેનાઓ દ્વારા વારંવાર ચેતવણી આપવામાં આવી રહી છે કે કોઈ પણ સંજોગોમાં રેલી શિવાજી પાર્કમાં જ યોજાશે, જેને લીધે રાજકીય તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે.મહાપાલિકા છેલ્લા બે દાયકાથી શિવસેનાનું શાસન હતું એ મહાપાલિકાએ જ શિવસેનાની હાઈ કોર્ટમાં અરજીમાં સુધારો કરવા દેવાની વિનંતીનો વિરોધ કર્યો હતો. અરજદારોએ તેને બદલે અલગથી અરજી દાખલ કરવી જોઈએ, જેથી તેનો જવાબ આપવાનું અમને સરળ રહેશે.
ઉદ્ધવ ઠાકરે જૂથને શિવાજી પાર્ક ખાતે દશેરા રેલી માટે બોમ્બે હાઈકોર્ટ તરફથી મંજૂરી મળી ગઈ છે. આ ઉદ્ધવની એક નાની પરંતુ મજબૂત નૈતિક જીત ગણાશે. ઉદ્ધવ જૂથને મંજૂરી મળતા એકનાથ શિંદે જૂથને મોટો ઝટકો લાગ્યો છે. હાઈકોર્ટે એકનાથ શિંદે જૂથ વતી દાદરના ધારાસભ્ય સદા સરવણકરની અરજી ફગાવી દીધી છે. પોતાને મૂળ શિવસેના ગણાવતા સદા સરવણકરેએ દશેરા રેલીની માંગણી કરી હતી અને ઉદ્ધવ ઠાકરેની અરજીમાં હસ્તક્ષેપ કર્યો હતો
દશેરા રેલીને લઈને બે જૂથો વચ્ચે શું છે રાજકારણ?
મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સના એમએમઆરડીએ ગ્રાઉન્ડમાં ઉદ્ધવ ઠાકરે જૂથને બદલે સીએમ એકનાથ શિંદે જૂથને આપવામાં આવેલી પરવાનગીને કારણે અહીં એકનાથ શિંદે જૂથનો પ્રભાવ સ્પષ્ટપણે દેખાય છે. પરંતુ લડાઈ BKCના MMRDA મેદાનની નથી. આ ગ્રાઉન્ડમાં દશેરા રેલીનું આયોજન વૈકલ્પિક વ્યવસ્થા તરીકે કરવામાં આવ્યું છે.
શું છે મામલો?
BMCએ શિવસેનાના બંને જૂથોને શિવાજી પાર્ક ખાતે યોજાનારી રેલીનું આયોજન કરવાની મંજૂરી આપી ન હતી. આ માહિતી BMC કમિશનર ઈકબાલ સિંહ ચહલે ગુરુવારે આપી હતી.
તેમણે કહ્યું હતું કે જો કાયદો અને વ્યવસ્થાની દૃષ્ટિએ કોઈ એક જૂથને રેલી કરવાની મંજૂરી આપવામાં આવે છે, તો શિવાજી પાર્કમાં ગંભીર સમસ્યા સર્જાઈ શકે છે, તેથી BMCએ શિવાજી પાર્કમાં દશેરાની રેલીને મંજૂરી ન આપવા માટે બંને જૂથોને પત્ર મોકલ્યો હતો.