Abhayam News
AbhayamGujarat

ડોન દાઉદ ઈબ્રાહીમને કરાયો હોસ્પિટલમાં એડમિટ

Don Dawood Ibrahim was admitted to the hospital

ડોન દાઉદ ઈબ્રાહીમને કરાયો હોસ્પિટલમાં એડમિટ મોસ્ટ વોન્ટેડ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચાઓ તેજ થઈ રહી છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે દાઉદને કરાચીમાં ઝેર આપવામાં આવ્યું છે. ત્યાર બાદ તેમને હોસ્પિટમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં તેમની સ્થિતિ ગંભીર જણાવવામાં આવી રહી છે. જોકે તેને લઈને હજુ સુધી કોઈ પુષ્ટી સામે નથી આવી. 

Don Dawood Ibrahim was admitted to the hospital

સોશિયલ મીડિયા પર યુઝર્સ દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે દાઉદ ઈબ્રાહિમને કરાચીના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. દાવો છે કે કોઈ અજાણ્યા શખ્સે તેને ઝેર આપી દીધુ છે. તેના કારણે દાઉદને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 

કડક સુરક્ષા વચ્ચે હોસ્પિટલમાં દાખલ 
દાઉદના ગેંગના પૂર્વ સદસ્યએ પુષ્ટિ કરતા જણાવ્યું કે દાઉદ ગંભીર બીમારીના કારણે કરાચીની હોસ્પિટલમાં રાખલ છે. બે દિવસ પહેલા તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેને કડક સુરક્ષામાં રાખવામાં આવ્યો છે અને જે ફ્લોર પર તે એડમિટ છે ત્યાં કોઈને પણ આવવા જવાની પરવાનગી નથી. ફક્ત અમુક અધિકારીઓ અને પરિવારના લોકો જ અહીં જઈ શકે છે. 

ડોન દાઉદ ઈબ્રાહીમને કરાયો હોસ્પિટલમાં એડમિટ

Don Dawood Ibrahim was admitted to the hospital

ઝેર આપ્યુ હોવાની પુષ્ટિ હજુ સુધી નથી થઈ. જોકે જણાવવામાં આવી રહ્યું છે કે મુંબઈ પોલીસના અધિકારી દાઉદના નજીકના સગા સંબંધીઓ પાસેથી પણ તેના વિશે જાણકારી લેવાનો પ્રયત્ન કરી રહ્યા છે. 

પાકિસ્તાની મીડિયામાં પણ ચર્ચા 
પાકિસ્તાની મીડિયાએ સોશિયલ મીડિયા પર ચાલી રહેલી આ ચર્ચાઓનો હવાલો આપતા કહ્યું કે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમને લઈને અફવાહ ફેલાઈ રહી છે. જેને કથિત રીતે ગંભીર ચિકિત્સા સ્થિતિ બાદ પાકિસ્તાનના કરાચીમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અપુષ્ટ રિપોર્ટમાં તેનું કારણ ઝેર જણાવવામાં આવી રહ્યું છે.65 વર્ષીય ભાગેડુ દુનિયાભરની કાયદાકીય પ્રવર્તન એજન્સીઓથી બચવા માટે ઘણા વર્ષોથી કરાછીમાં રહી રહ્યા છે. 

પાકિસ્તાની મીડિયા અનુસાર હોસ્પિટલમાં દાખલ થવાનું કારણ હજુ સ્પષ્ટ નથી. કારણ કે પાકિસ્તાની અને ભારતીય અધિકારીઓએ તેને લઈને ઓફિશ્યલ પુષ્ટિ નથી કરી. અટકળો લગાવવામાં આવી રહી છે કે દાઉદની અચાનક તબીયત ખરાબ હોવાનું કારણ ઝેર હોઈ શકે છે. તેના પહેલા પણ દાવો કરવામાં આવ્યો હતો કે દાઉદ ઘણી ગંભીર બીમારીઓ સામે ઝઝુમી રહ્યા છે. થોડા દિવસો પહેલા ચર્ચા હતી કે ગેગ્રીનના કારણે કરાચીના એક હોસ્પિટલમાં તેના પગની બે આંગળીઓ કાપી દેવામાં આવી હતી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે

Related posts

સુરત :: રોટરેકટ ઇસ્ટ ક્લબ દ્વારા વેક્સીનેશન કરવામાં આવ્યું…..(જુઓ વધુ વિગત).

Abhayam

ભૂતપૂર્વ આર્મી ચીફ નરવણેએ ભારત અને ચીન અંગે કર્યો ઉલ્લેખ

Vivek Radadiya

સોનાના નામે ધાતુ પધરાવતી ગેંગને સુરતની ઉતરાયણ પોલીસે ઝડપી

Vivek Radadiya