શું તમને ડીઝલ ગાડી પસંદ છે? જો તમને ડીઝલ ગાડીઓનું પરફોર્મન્સ પસંદ છે અને પોતાના માટે એક બજેટ ડીઝલ કારની શોધ કરી રહ્યા છો તો આ ઓપ્શન પર વિચાર કરી શકો છો.
શું તમને ડીઝલ ગાડી પસંદ છે?
ટાટા નેક્સન
ડીઝલ ગાડીઓની લિસ્ટમાં ટાટા નેક્સન એક શાનદાર ઓપ્શન છે. નેક્સન ફેસલિફ્ટ ડીઝલ વેરિએન્ટને તમે 11 લાખ રૂપિયા એક્સ-શોરૂમની શરૂઆતી કિંમત પર ઘરે લાવી શકો છો.
ટાટા હેચબેક એલ્ટ્રોઝ
બીજી કાર ટાટાની હેચબેક અલ્ટ્રોઝ છે. જે 1.5 લીટર ટર્બો ચાર્જ્ડ રેવટ્રોક ડીઝલ એન્જિનની સાથે ઉપલબ્ધ છે. તેને ખરીદવા માટે તમારે 8.79 લાખ રૂપિયા એક્સ-શોરૂમની કિંમત ખર્ચ કરવી પડશે.
મહિંદ્રા એક્સયુવી300
ત્રીજી કાર મહિંદ્રા એક્સયુવી 300 છે. જે 1.5 લીટર ટર્બો ચાર્જ્ડ ફોર સિલિંડર ડીઝલ એન્જિન સાથે ઉપલબ્ધ છે. તેને ખરદવા માટે તમારે 10.21 લાખ રૂપિયા એક્સ-શોરૂમની કિંમત ખર્ચ કરવાની રહેશે.
કિઆ સોનેટ
ચોથી કાર કિઆ સોનેટ છે. જેને તમે 1.5 લીટર એન્જિન ટર્બોચાર્જ્ડ ડીઝલ એન્જિન સાથે ઘરે લાવી શકો છો. આ એસયુવીની શરૂઆતી કિંમત 9.95 લાખ રૂપિયા એક્સ-શોરૂમ છે.
હ્યુન્ડાઈ વેન્યૂ
પાંચમી કાર હ્યુન્ડાઈ વેન્યૂ છે જેને તમે 10.58 લાખ રૂપિયા એક્સ-શોરૂમ કિંમત પર ખરીદી શકો છો. તેમાં મળતા એન્જિનની વાત કરવામાં આવે તો તેમાં 1.5 લીટર ટર્બો ચાર્જ્ડ ડીઝલ એન્જિન આપવામાં આવ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે……