સુરત સીટી લિંક કંપનીના પ્રવર્તમાન સંપૂર્ણ માળખાનું વિસર્જન સુરત : કતારગામ BRTS બસ અકસ્માત મામલો તંત્ર વધુ ગંભીરતાથી લઈ રહ્યું છે. ડેપ્યુટી કમિશનર કમલેશ નાયક પાસેથી ચાર્જ છીનવી લેવાયા બાદ અકસ્માતના મામલાને લઈ કડક કાર્યવાહીનો દોર અટકાવી દેવાયો નથી. સુરત સીટી લિંક કંપનીના પ્રવર્તમાન સંપૂર્ણ માળખાનું વિસર્જન કરી નાખવામાં આવ્યું છે.
સુરત સીટી લિંક કંપનીના પ્રવર્તમાન સંપૂર્ણ માળખાનું વિસર્જન
સુરત : કતારગામ BRTS બસ અકસ્માત મામલો તંત્ર વધુ ગંભીરતાથી લઈ રહ્યું છે. ડેપ્યુટી કમિશનર કમલેશ નાયક પાસેથી ચાર્જ છીનવી લેવાયા બાદ અકસ્માતના મામલાને લઈ કડક કાર્યવાહીનો દોર અટકાવી દેવાયો નથી. સુરત સીટી લિંક કંપનીના પ્રવર્તમાન સંપૂર્ણ માળખાનું વિસર્જન કરી નાખવામાં આવ્યું છે.
હવે કમિટીમાં નવી નિમણુંકો કરવામાં આવી રહી છે. કંપનીના એમડી પદેથી ડેપ્યુટી કમિશનર કમલેશ નાયક અને વહીવટી અધિકારી મેહુલ પટેલ પાસેથી અગાઉ ચાર્જ લઈ લેવાયો છે. હવે વિજિલન્સ કમિટીનું પણ વિસર્જન કરી નાંખવામાં આવ્યું છે.
ભાજપ સાશકોની ટકોર બાદ પાલીકા કમીશ્નર એક્શનમાં આવ્યા છે. કંપનીનો હવાલો આઇએએસ અધિકારી રાજેન્દ્ર પટેલને સોંપવામાં આવ્યો છે. કંપનીની વહીવટી જવાબદારી ઇન્ચાર્જ આસિસ્ટન્ટ કમીશ્નર પી.આર.પ્રસાદને સોંપવામાં આવી છે જયારે વર્ષ 2017 થી એક જગ્યાએ અડિંગો જમાવી બેઠેલા અધિકારીઓને હટાવી દેવાયા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે