હેકિંગ ઍલર્ટ મામલે Apple થી મોદી સરકારનો સીધો સવાલ આઈ ટી મંત્રાલય દ્વારા એપલ પ્રતિનિધિઓને સવાલ કર્યા કે, તમે એવા નિષ્કર્ષ પર કેવી રીતે પહોંચ્યા કે, સરકાર પ્રાયોજીત આ હેકિંગ હુમલો કરવામાં આવ્યો
- વિપક્ષ નેતાઓના આઈફોન હેક એલર્ટ મામલો
- એપલ કંપનીને આઈ ટી મંત્રાલયએ કર્યા સવાલો
- ‘તમે એવા નિષ્કર્ષ પર કેવી રીતે પહોંચ્યા’
- હેકિંગ ઍલર્ટ મામલે Apple થી મોદી સરકારનો સીધો સવાલ
કેન્દ્ર સરકારે વિપક્ષી નેતાઓના આઈફોન હેક કરવા મામલે સરકાર પ્રાયોજિત કાવતરાના આરોપને લઈ આઈફોન બનાવનારી કંપની એપલને કેટલાક સવાલ કર્યા છે. આઈ ટી મંત્રાલય દ્વારા એપલ પ્રતિનિધિઓને સવાલ કર્યા છે જેમાંથી એક સવાલ એવો પણ કર્યો છે કે, તમે એવા નિષ્કર્ષ પર કેવી રીતે પહોંચ્યા કે, સરકાર આયોજિત આ હેકિંગ હુમલો કરવામાં આવ્યો ?. સરકારે સવાલ કર્યો કે, તમે ક્યા આધાર પર આ દાવો કરી રહ્યાં છો કે, ફોન રિમોટ એકસેસ કરવામાં આવી રહ્યાં છે સંવેદનશીલ ડેટા લીક કરવામાં આવશે. શુ તમારા પાસે જેનો કોઈ નક્કર પૂરવો છે.
વિપક્ષી નેતાઓનો દાવો
આપને જણાવી દઈએ કે, વિપક્ષના કેટલાક નેતાઓ મંગળવારે દાવો કર્યો હતો કે, તેમને એપલ આઈ ડી મારફતે તેમના એપલ મોબાઈલ હેકિંગ સંબંધિ મેસેજ મળ્યા છે. ટીએમસી સાંસદ મહુઆ મોઈત્રા, શશિ થરૂર, પવન ખેડા, સાસંદ પ્રિયંકા ચતૂર્વેદી એપલ તરફથી ચેતવણી મેસેજ મળ્યાનો દાવો કરવામાં આવ્યો હતો,. AIMIM ચીફ અસદૂ્દ્દીન ઓવૈસીએ પણ તેના મોબાઈલમાં એલર્ટ મળ્યાનો દાવો કર્યો હતો.
રાહુલ ગાંધીના પ્રહાર
જે સમગ્ર મામલે રાહુલ ગાંધીએ કેન્દ્રની મોદી સરકાર પર આકાર પ્રહારો કર્યા હતાં. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, જ્યારે હું અદાણી મુદ્દો ઉઠાવતો હતો, આઈ ટી એજ્ન્સી, સ્નુપિંગ, સીબીઆઈ તમામ એક સાથે છે. પહેલા વિચાર તો હતો કે, પીએમ મોદી એક નંબર પર છે અને અદાણી બે નંબર પર છે. પરંતુ હવે મને લાગે છે કે, અદાણી પહેલા નંબર છે અને મોદી બીજા નંબર પર છે
અશ્નિની વૈષ્ણવએ આપી પ્રતિક્રિયા
વિપક્ષના આ આરોપો પર કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, સરકાર આ મામલે ગંભીરતાથી લેશે. અશ્વિની વેષ્ણવએ કહ્યું કે, અમે એપલ દ્વારા આવેલા એ ચેતવણી મેસેજ તેમજ તે મેસેજમાં રાજ્ય પ્રાયોજિત હુમલાની વાત કરવામાં આવી રહી છે. પરંતુ આ મુદ્દા પર એપલ દ્વારા આપવામાં આવેલી જાણકારી અસ્પષ્ટ લાગે છે. એપલે કહ્યું કે, આ સૂચના કદાચ માહિતી પર આધારિત છે જે અધૂરી પણ હોઈ શકે છે. એપલએ જણાવ્યું કે, કેટલીક એપલ એલર્ટ ખોટી એલાર્મ પણ હોઈ શકે છે, જેમાં હુમલાની જાણકારી પણ મળી શકે નહી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે