હંમેશા કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરતી પોલીસ પ્રજા માટે સતત કાર્યરત રહે છે.ત્યારે સુરત પોલીસની એક સરાહનીય કામગીરી તમારુ દિલ જીતી લેશે. આજે માલધારી સમાજના વિરોધને પગલે અનેક લોકો દૂધથી વંચીત રહ્યા છે તો ક્યાંક દૂધને રસ્તા પર ઢોળીને વિરોધ કરવામાં આવી રહ્યો છે. રાજ્યભરમાં ઠેર-ઠેર દૂધની મોંકાણ જોવા મળી રહી છે. ત્યારે સુરત પોલીસના એક સરાહનીય પગલાથી આજે લાખો લીટર દૂધ લોકો સુધી પહોંચ્યુ છે.

સુરત સહિત ઘણા ઠેકાણે દૂધ સપ્લાય કરતા વાહનોને અટકાવી વિરોધ કરી રહેલાએ હજારો લિટર દૂધને જાહેર રસ્તા પર ઢોળી દીધાની પણ ઘટનાઓ બની છે. જેના કારણે શ્રાદ્ધના દિવસો દરમિયાન લોકોને દૂધની અછત ઉભી થઈ હતી. જે લોકોએ શ્રાદ્ધ માટે ઘરે મહેમાનોને આમંત્રિત કર્યા છે અથવા તો શ્રાદ્ધ માટે ઘરે દૂધપાક બનાવવો હોય તેવા લોકોને આજના દિવસે દૂધ ન મળતા ઘણી સમસ્યા સર્જાઈ હતી.
માલધારીઓએ 300 લીટર દૂધ તાપીમાં નદીમાં વહાવ્યું
એક તરફ આજે લાખો લોકો રાજ્યમાં દૂધ માટે વલખા મારી રહ્યાં છે. ત્યારે બીજી તરફ માલધારીઓ દૂધનો બગાડ કરી રહ્યાં છે. સુરતમાં તાપી નદીમાં દૂધના કેન ફેંકીને માલધારીઓએ વિરોધ વ્યક્ત કર્યો. સુરતના નાવડી ઓવરા ખાતે 40 જેટલા માલધારીઓનો વિરોધ દર્શાવ્યો. જેમાં તેમણે 300 લીટર દૂધ તાપી નદીમાં નાખીને વિરોધ પ્રદર્શન કર્યું.

તો બીજી તરફ, રાજકોટમાં ઢોર નિયંત્રણ કાયદાનો પ્રતિકાત્મક વિરોધ કરાયો છે. માલધારી સમાજના આગેવાનોએ સિવિલ હોસ્પિટલમાં દૂધનું વિતરણ કરીને પોતાનો વિરોધ દર્શાવ્યો. ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓને દૂધનું વિતરણ કરીને માલધારોઓએ અનોખી દરિયાદિલી બતાવી. તેમણે કહ્યું કે, માલધારી સમાજે પણ દૂધ ઢોળવાને બદલે તેને ઉપયોગ થાય તેવું કરવું જોઇએ.