ઝવેરીલાલ મહેતાનું નિધન જાણીતા ફોટોગ્રાફર અને પહ્મશ્રી ઝવેરીલાલ મહેતાનું 97 વર્ષની જૈફ વયે અવસાન થયું છે. અમદાવાદ ખાતે અંતિમ શ્વાસ લીધા હતા. 28 નવેમ્બરે જૂના શારદામંદિરથી અંતિમયાત્રા નિકળશે. ઝવેરીલાલ દલપતરામ મહેતા પ્રખ્યાત ફોટો જર્નાલિસ્ટ હતા. સાહિત્ય અને શૈક્ષણિક પત્રકારત્વના ક્ષેત્રે તેમણે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.
ઝવેરીલાલ મહેતાનું નિધન
જાણીતા ફોટોગ્રાફર અને પહ્મશ્રી ઝવેરીલાલ મહેતાનું 97 વર્ષની જૈફ વયે અવસાન થયું છે. અમદાવાદ ખાતે અંતિમ શ્વાસ લીધા હતા. 28 નવેમ્બરે જૂના શારદામંદિરથી અંતિમયાત્રા નિકળશે.
ઝવેરીલાલ દલપતરામ મહેતા પ્રખ્યાત ફોટો જર્નાલિસ્ટ હતા. સાહિત્ય અને શૈક્ષણિક પત્રકારત્વના ક્ષેત્રે તેમણે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.
આ યોગદાન માટે વર્ષ 2018માં ઝવેરીલાલ મહેતાને ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરાયા હતા.
જાણીતા ફોટોગ્રાફર અને પહ્મશ્રી ઝવેરીલાલ મહેતાએ 2001ના ભૂકંપ અને 1998ના કચ્છના વાવાઝોડાની તસ્વીરો કેમેરામાં કંડારી હતી.
ઝવેરીલાલ મહેતા ગુજરાત રાજ્યના 13 મુખ્યમંત્રીઓના જીવન અને સમયગાળાનું દસ્તાવેજીકરણ કરવા માટે પ્રખ્યાત હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે