કોંગ્રેસ ‘DONATE FOR DESH’ નામથી અભિયાન ચલાવશે દેશની સૌથી જૂની પાર્ટી કોંગ્રેસને ચૂંટણી લડવા માટે પૈસાની જરૂર પડી છે. એટલા માટે જ પાર્ટીએ હવે દેશની પ્રજાની મદદ માગી છે. કોંગ્રેસના મહાસચિવ કે.સી.વેણુગોપાલે શનિવારે દિલ્હીમાં પાર્ટીના હેડક્વાર્ટર પર પ્રેસ કોન્ફરન્સને સંબોધતા ‘ડોનેટ ફોર દેશ’ (DONATE FOR DESH) અભિયાન ચલાવવાની જાણકારી આપી હતી.
કોંગ્રેસ ‘DONATE FOR DESH’ નામથી અભિયાન ચલાવશે
ક્યારથી શરૂ થશે આ અભિયાન?
આ અભિયાન એક ક્રાઉડ ફન્ડિંગ અભિયાન છે. તેની શરૂઆત 18 ડિસેમ્બરથી શરૂ થશે. વેણુગોપાલે દાવો કર્યો કે આ સૌથી મોટું ક્રાઉડફન્ડિંગ અભિયાન હશે. કે.સી.વેણુગોપાલે કહ્યું કે કોંગ્રેસને તેના ઓનલાઈન ક્રાઉડ ફન્ડિંગ અભિયાન ડોનેટ ફોર દેશને લોન્ચ કરવાની જાહેરાત કરતાં ગર્વ થાય છે.
શું કહ્યું વેણુગોપાલે?
આ પહેલ 1920-21માં મહાત્મા ગાંધીના ઐતિહાસિક તિલક સ્વરાજ ફંડથી પ્રેરિત છે. આ અભિયાનને સત્તાવાર રીતે 18 ડિસેમ્બરે દિલ્હીમાં પાર્ટી અધ્યક્ષ દ્વારા શરૂ કરાશે. અમે આ અભિયાન માટે અમારા રાજ્ય સ્તરના પદાધિકારીઓ, ચુંટાયેલા પ્રતિનિધિઓ, ડીસીસી અધ્યક્ષો, પીસીસી અધ્યક્ષો અને એઆઈસીસીને પ્રોત્સાહિત કરીએ છીએ. દરેક પદાધિકારીએ ઓછામાં ઓછા 1380 રૂપિયાનું યોગદાન આપવાનું રહેશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે