કોંગ્રેસે ભારત જોડો બાદ ‘ભારત ન્યાય યાત્રા’નું કર્યું એલાન લોકસભા પહેલા કોંગ્રેસે ફરી કમર કસી છે. ભાજપની વિકસિત ભારત યાત્રા સામે કોંગ્રેસે પણ મોટી યાત્રાનું એલાન કર્યું છે. ભારત જોડો યાત્રા બાદ કોંગ્રેસે ભારત ન્યાય યાત્રાની જાહેરાત કરી છે. આ વખતે રાહુલ ગાંધી મણિપુરથી મુંબઈ સુધી ચાલશે. કોંગ્રેસ મહાસચિવ કેસી વેણુગોપાલે માહિતી આપતા કહ્યું છે કે આ ન્યાય યાત્રા 6200 કિમીની હશે જે 14 જાન્યુઆરીથી 20 માર્ચ સુધી ચાલશે
14 રાજ્યો, 85 જિલ્લા કવર કરશે કોંગ્રેસ
કોંગ્રેસની ભારત ન્યાય યાત્રા 14 રાજ્યો, 85 જિલ્લા અને 6 હજાર 200 કિમીની હશે જેમાં અસમ, નાગાલેંડ, મેધાલય, બિહાર, ઝારખંડ, બંગાળ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, યુપી, રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્રથી થઈ મુંબઈ પહોંચશે. માનવા આવી રહ્યું છે કેટલીક જગ્યાએ બસથી પણ યાત્રા થશે તેમજ પગપાળા પણ લોકોનો સંપર્ક સધાશે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકા અર્જુન ખડગે ભારત ન્યાય યાત્રાને લીલીઝંડી બતાવશે
કોંગ્રેસે ભારત જોડો બાદ ‘ભારત ન્યાય યાત્રા’નું કર્યું એલાન
કેમ મણિપુરથી યાત્રાનું આયોજન?
કોંગ્રેસના પ્લાન મુજબ હિંસાગ્રસ્ત મણિપુરથી યાત્રા શરૂ કરવાનો ધ્યેય લોકોના ઘા પર મલમ લગાવવાનો છે. પીડિતોને સાથ આપવાનો છે. કોંગ્રેસના દાવા મુજબ આ યાત્રા રાજનૈતિક યાત્રા નથી, પણ રાજકીય પંડિતો આ યાત્રાને લોકસભા ચૂંટણીલક્ષી ગણાવી રહ્યા છે.
ભારત ન્યાય યાત્રાનો હેતુ શું?
કોંગ્રેસ નેતા જયરામ રમેશે કહ્યું કે ભારત જોડો યાત્રા ભારતને જોડવા માટે હતી જ્યારે ભારત ન્યાય યાત્રા ન્યાય માટે હશે, ભારત જોડો યાત્રામાં રાહુલ ગાંધી ત્રણ મુદ્દા ઉઠાવ્યા હતા જેમાં આર્થિક વિષમતા, સામાજિક ધ્રુવીકરણ અને રાજકીય તાનાશાહી મુખ્ય હતા. પણ ભારત ન્યાય યાત્રાનો મુખ્ય હેતુ આર્થિક, સામાજિક અને રાજનૈતિક ન્યાય છે
ભારત જોડો યાત્રા 4 હજાર કિમીની હતી
કોંગ્રેસ નેતા અને સાંસદ રાહુલ ગાંધીની આગેવાનીઆમ ગયા વર્ષે 7 સપ્ટેમ્બરે ભારત જોડો યાત્રા શરૂ કરવામાં આવી હતી જે કન્યાકુમારીથી કાશ્મીર સુધી 4000 કિમીની હતી, જેમાં 12 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને આવરી લેવામાં આવ્યા હતા. જેમાં રાહુલ ગાંધી 145 દિવસ સુધી રોડ પર ચાલ્યા હતા તેમની આ યાત્રામાં રાજકીય અને કોંગ્રેસ પ્રેરિત વિચારધારાના અનેક આગેવાનો જોડાયા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે